ETV Bharat / state

વડોદરામાં 2,500 રૂપિયામાં જ સિટી સ્કેન થશેઃ ડો. વિનોદ રાવ - ડાયગ્નોસ્ટિક સેન્ટર

કોરોના OSD કોરોનાની સારવારમાં જરૂરી સિટી સ્કેન માટે થતી ઉઘાડી લૂંટ બંધ કરવા OSD ડો. વિનોદ રાવે 25 માર્ચે સરકારી હોસ્પિટલ માટે 1,500 રૂપિયા અને ખાનગી માટે 2,500 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો. તેના 21 દિવસ બાદ શુક્રવારે મુખ્યપ્રધાને HRCT સ્કેન માટે 500 રૂપિયા વધારીને 3,000નો ભાવ નક્કી કરી આ નિર્ણય સંવેદનશીલ હોવાનું કહ્યું હતું. આ સાથે જ આ ભાવ રાજ્યભરમાં લાગુ રહેશે તેમ પણ કહ્યું હતું. નવા દરથી 500 રૂપિયા ભારણ વધે સિટી સ્કેન માટેનો નવો દર વડોદરામાં હાલમાં લેવાતા દર કરતાં 500 રૂપિયા વધુ છે ત્યારે જો નવા દરનો અમલ થશે તો વડોદરાવાસીઓ પર રોજનું 10 લાખનું ભારણ વધશે.

વડોદરામાં 2,500 રૂપિયામાં જ સિટી સ્કેન થશેઃ ડો. વિનોદ રાવ

author img

By

Published : Apr 17, 2021, 3:52 PM IST

  • વડોદરાની કોવિંડ હોસ્પિટલોમાં સારવારના ભાવ નક્કી થયાનાં બીજા દિવસે સરકારે સિટી સ્કેનના ભાવમાં થાપ ખાધી
  • દર્દીઓને રાહત આપતો આ સંવેદનશીલ નિર્ણય છે, રાજ્યભરમાં લાગુ રહેશે: વિજય રૂપાણી
  • મુખ્યપ્રધાને ભલે 3,000 રૂપિયાનો ભાવ નક્કી કર્યો, વડોદરામાં 2,500 જ લેવાશે : ડૉ. વિનોદ રાવ

વડોદરાઃ મુખ્યપ્રધાન ભલે કહે કે, વડોદરામાં જૂના દર 2,500 રૂપિયા પ્રમાણે જ સિટી સ્કેન કરાશે તેમ વડોદરાના ઓએસડીએ જણાવ્યું હતું. સિટી સ્કેન સેન્ટરો આડેધડ ભાવ વસૂલતા હતા કોરોના સંક્રમણમાં સિટી સ્કેન કરાવવું જરૂરી બન્યું છે અને હાલમાં રોજના સરેરાશ 2,000 જેટલા સિટી સ્કેન ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં થઈ રહ્યા છે. કોરોનામાં લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને કેટલાક સિટી સ્કેન સેન્ટરો આડેધડ ચાર્જ વસૂલતા હતા.

આ પણ વાંચોઃ પાટણમાં તમામ વેપારીઓને ફરજિયાત કોરોનાની રસી લેવી પડશે

વડોદરામાં અગાઉ 25 માર્ચે સિટી સ્કેનના ભાવ નક્કી કરાયા હતા

સિટી સ્કેન સેન્ટરો દ્વારા લેવામાં આવતા ભાવવધારા પર અંકુશ મુકવા માટે તંત્ર દ્વાર 25 માર્ચે સરકારી હોસ્પિટલો એટલે કે ગોત્રી અને SSG ખાતે સિટી સ્કેનના 1,200 રૂપિયા અને ખાનગી હોસ્પિટલોમાં 2,500 રૂપિયાની મર્યાદા એક સિટી સ્કેન દીઠ નક્કી કરવામાં આવી હતી. વડોદરામાં નક્કી કરેલો જ ભાવ લેવાશે. આ નવા દર 26 માર્ચથી જ લાગુ પડ્યા હતા.

આ પણ વાંચોઃ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં જનરલ રૂમના ભાવ 6 હજારથી ઘટાડીને 4,500 રૂપિયા કરાયા

સરકારે નક્કી કરેલા ભાવથી ઓછા ભાવમાં થશે સિટી સ્કેન

કોરોના OSD ડો. વિનોદ રાવે આ અંગેનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જોકે, શુક્રવારે રાજ્ય સરકારે સમગ્ર રાજ્ય માટે 3,000 રૂપિયાનો ભાવ નક્કી કર્યો છે અને તેનાથી વધુ ભાવ કોઈ ડાયગ્નોસ્ટિક સેન્ટર લઇ શકશે નહીં એવું ઠરાવ્યું છે. જોકે, વડોદરાના ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, વડોદરામાં સિટી સ્કેન માટે અગાઉ જે દર નક્કી કરવામાં આવ્યો હતો. તે મુજબ રૂપિયા 2,500 ડાયગ્નોસ્ટિક સેન્ટરના સંચાલકોએ લેવાના છે અને સરકારે જે દર નક્કી કર્યો છે તેના કરતા વડોદરામાં દર ઓછો છે. આથી વડોદરામાં 3 હજાર હજાર નહીં પણ 2,500 સિટી સ્કેન માટે અમલમાં રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.