વડોદરા: મહારાષ્ટ્રની એક મહિલા સ્ટેન્ડિંગ કોમેડિયને છત્રપતિ શિવાજી ઉપર એક કોમેન્ટ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો હતો. જે વીડિયો જોઈને વડોદરા શહેરના શુભમ મિશ્રા નામના યુવકે બિભત્સ ભાષામાં સોશિયલ મીડિયા ઉપર પ્રતિક્રિયા આપી હતી.
આ વચ્ચે રાષ્ટ્રીય મહિલા આયોગે રાજયના પોલીસ મહા નિર્દેશકને આ સંબંધમાં તપાસ કરવા રજુઆત કરી હતી. જેમાં ડી.જી.ની સુચનાથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તપાસના આદેશ જારી કર્યા હતાં. જેના પગલે ક્રાઈમ બ્રાન્ચ સાઇબર સેલે રવિવારે રાત્રે આરોપી શુભમ મિશ્રા નામના યુવકને શોધી અને તેની સામે ઈન્ફર્મેશન ટેકનોલોજી એકટ હેઠળ ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે સ્વરા ભાસ્કર એક ટ્વિટ બાદ આ મુદ્દો ઉછળ્યો હતો. ટ્વિટ બાદ યુટ્યુબ પર એક વીડિયો અપલોડ થયો હતો જેના પર પ્રતિક્રિયા આપી અને તેમાાં બિભત્સ ભાષાનો ઉપયોગ કર્યો હતો. જે મામલે સાયબર સેલએ કાર્યવાહી હાથ ધરી છે.