વડોદરા: વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 50માં બાળમેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેને લઈને સયાજી કાર્નિવલમાં મુખ્યપ્રધાન સહિત ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક, સાંસદ, મેયર અને ધારાસભ્ય, સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાને સ્ટેજ પરથી જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G-20ની બેઠકને આપેલી થીમ આપણી વસુધૈવ કુટુંબકમના વિચારને કેન્દ્રમાં રાખી બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે શિક્ષણ સમિતિને અભિનંદન આપું છું.
વિવિધતામાં એકતા: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે સંસ્કૃતિ,ભાષા, ધર્મ, જાતિ,રંગ,પહેરવેશ અને ખાનપાન અલગ અલગ હોવા છતાં વિવિધતામાં એકતાવાળો આપણો આ દેશ છે. વસુધૈવ કુટુંબકમના વિચારોને ચરિતાર્થ કરવા આવી અનેક વિવિધતાઓની સ્વીકારી ઉજવવી પડે છે. સયાજી કાર્નિવલ આવી જ વિવિધતાઓને પ્રદર્શિક કરતો આજનો આ મંચ છે. દરેકે દરેક વિદ્યાર્થી અને બેઠેલા વાલીઓને ધણીવાર એવું થાય કે, કોર્પોરેશન અને કોર્પોરેશનની સ્કૂલમાં ક્યાંકને ક્યાંક ભણતરની બૂમ રહેતી હોય છે. અહીંયાથી જે પ્રમાણે બાળકોનું ટેલેન્ટ જોવા મળ્યું છે. અહીં સ્ટેજ પર બેઠેલા મારી સાથે કેટલાક લોકો કોર્પોરેશનની સ્કૂલમાં ભણેલા છે. હું પણ 1થી 4 ધોરણ કોર્પોરેશનની સ્કૂલમાં ભણ્યો છું.
આ પણ વાંચો Bullet Train Bharuch Station: બુલેટ ટ્રેન માટે નર્મદા નદી પર પુલનું નિર્માણ શરૂ
G-20ની થીમને સેન્ટરમાં રાખી બાળમેળાનું આયોજન: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G-20ની થીમ આખા દેશમાં 200થી વધારે પ્રોગ્રામ થવાના છે. જેમાંથી 15 પ્રોગ્રામ આપણા ગુજરાતમાં થવા જઈ રહ્યા છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય આપણો દેશ વડાપ્રધાનના નેતૃત્વમાં જે રીતે આગળ વધ્યો છે. જ્યાં જ્યાં જે વિક્સિત થયું હોય. તે વિકાસ અને પ્રગતિ બીજા દેશના લોકો જોઈ શકે. તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ મેળામાં G-20ની થીમને સેન્ટરમાં રાખી બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
એક્ઝીબીશનના આયોજન બદલ અભિનંદન: VCCI ના ઉદ્ધાટન પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, અહિંયા ખુબ સારો વેપારી વર્ગ છે. VCCIની ટીમને 11 માં મેગા એક્ઝીબીશનના આયોજન બદલ અભિનંદન, વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભર ભારતનો મંત્ર આપ્યું છે. આ એક્ઝીબીશનથી મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત બંનેને ચરિતાર્થ કરે છે. VCCI ને તેમની સેવા અને ઉત્પાદનો દર્શાવવા માટે ઉભરી આવ્યો છે. વડોદરા તથા આસપાસના વિસ્તારના ઉદ્યોગોને જોડવાનું માધ્યમ બન્યું છે. ગુજરાત ઉદ્યોગ જગત માટે વિશ્વ સાથે જોડાવવાની એક તક આપણને મળી છે. આપણા ઉદ્યોગ અને એમએસએમઇ કેવી રીતે ગ્લોબલ સપ્લાઇ ચેઇનનો હિસ્સો બને તે માટેની સ્કિલ, નેટ જીરો ઉર્જા, જેવા વિષયો પર માર્ગદર્શન મળ્યું છે.