વડોદરા : વડોદરામાં ચેક રિટર્ન કેસમાં આરોપીને વડોદરા કોર્ટે દ્વારા સજા ફટકારવામાં આવી છે. આરોપી નવઘણ ભોપાભાઈ ભરવાડને 13 માસની કેદની સજા ફટકારવા સાથે ફરિયાદીને વળતર પેટે 6.40 લાખ છ માસમાં ચૂકવવા હુકમ પણ કરવામાં આવ્યો છે.
શું છે વિગત : આરોપીએ વડોદરા શહેરના સયાજીપુરા વિસ્તારમાં પોતે માલિક ન હોવા છતાં બે પ્લોટનો બોગસ દસ્તાવેજ બનાવી આપ્યો હતો.જેમાં તેણે દંપતિ પાસેથી રૂપિયા 36 લાખ પડાવ્યા હતાં. જોકે બાદમાં ભાંડો ફૂટતા સમાધાન પેટેના ચેક આપ્યાં હતાં. આ ચેક રિટર્ન થતા દંપતિએ આખરે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આ કેસમાં અદાલતે ફરિયાદી પક્ષના વકીલની દલીલોને માન્ય રાખીને આ ગુનામાં દોષિત ઠેરવી 13 માસની સાદી કેદ અને વડતર પેટે 6.40 લાખ છ માસમાં ચૂકવવા હુકમ ફરમાવ્યો છે.
આ પણ વાંચો વડોદરામાં વિસ્થાપિતોને બિલ્ડરે આપેલા ભાડાના ચેક રિટર્ન થતાં બિલ્ડર વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ
માલિક ગણાવી છેતરપિંડી આચરી : આ બનાવની વિગત એવી છે કે ન્યુ સમા રોડ પર રહેતા ફરિયાદી દંપતિને આરોપી નવઘણ ભોપાભાઈ ભરવાડ રહેવાસી સાગર ફિલ્મ સિટીની બાજુમાં સયાજીપુરાએ સયાજીપુરા સર્વે નંબર 38 માં આવેલા પિકનિક પાર્ક સોસાયટીના પ્લોટ નંબર 50 અને 51 પોતાની માલિકીના ગણાવી વેચાણ કરવાના બહાને પોતે પ્લોટના માલિક ન હોવા છતાં દસ્તાવેજ નોંધણી કરાવવાની છેતરપિંડી આચરી હતી.
આરોપી સામે ફરિયાદ દાખલ : આરોપી નવઘણ ભોપાભાઈ ભરવાડે આ ખર્ચ પેટે 36 લાખની રકમ લીધી હતી. ત્યારબાદ 32 લાખના સમાધાનના ભાગરૂપે ફરિયાદી ચામુંડા કન્સ્ટ્રક્શન નામની વ્યવસાય કરતી હોય તે સંસ્થાના નામે 32 લાખ લના ચેક આપ્યા હતાં. જે તમામ ચેક રિટર્ન થયા હતાં. નોટિસની અવગણના કરતા ફરિયાદી આરોપી સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેની સુનાવણી હાથ ધરાવતા ફરિયાદ પક્ષ તરફથી વકીલ એન જે મિશ્રા અને આરોપી પક્ષ તરફથી વકીલ એન પી જોશીએ વડોદરા કોર્ટમાં દલીલો કરી હતી.
આ પણ વાંચો Bhavnagar Crime : 8 પેઢીના નામે બોગસ બીલિંગ બનાવવા મામલે ચાર સામે ફરિયાદ, એક ઝડપાયો
13 માસની સજાનું ફરમાન : આ કેસમાં બંને પક્ષની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ 34માં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ એમ કુરેશીએ આરોપી દ્વારા ફરિયાદીને ચેક કાયદેસરના દેવા પેટે આપેલ ચેક ભંડોળના અભાવે રિટર્ન થયા છે. નિર્ધારિત સમયમાં ચેકની રકમ ફરિયાદીને નહીં ચૂકવી ગુનો હોવાનું પુરવાર કરવામાં આવ્યો હતો. પોતાનો બચાવ કરવામાં નિષ્ફળ નિવડતા આરોપીને આ ગુનામાં કસૂરવાર ઠેરવવામાં આવ્યો હતો. સાથે વડોદરા કોર્ટે દોષિત નવઘણ ભોપાભાઈ ભરવાડને 13 માસની સાદી કેદ અને વળતર પેટે 6.40 લાખ છ માસમાં ચૂકવવા હુકમ જારી કર્યો હતો.