માત્રૃ અને પિત્રૃ દેવોભવની સંસ્કૃતિ ધરાવતી ભારતીય જીવન પ્રણાલીમાં તેઓનું અગણિત ઉપકારોની સ્મૃતીને અમર રાખવા આપણા શાસ્ત્રોમાં ભાદરવા સુદ એકમથી અમાસ સુધીનાં પખવાડિયાને શ્રાદ્ધ પક્ષ કહેવાય છે. જેને લઇ લાખો શ્રદ્ધાળું પોતાના માત્રૃ અને પિત્રૃના તર્પણ માટે ગુજરાત સહિત સમગ્ર ભારતમાંથી ચાદોદ ખાતે આવી હિન્દુ ધર્મ અનુસાર વેદોકત મંત્રોચાર સાથે પિંડદાન કરી ધન્યતા અનુભવે છે.
હિન્દુ ધર્મ અનુસાર ઉત્તરમાં હરિદ્ધારનું જેટલુ મહત્વ છે. એટલુ જ દક્ષિણમાં આવેલા નર્મદાના કિનારે ચાંદોદના ત્રિવેણી સંગમનું મહત્વ છે. ત્રિવેણી સંગમ એટલે માં નર્મદા, ઓરસંગ અને ગુપ્ત ગંગાનું અનોખુ મિલન થાય છે. લોકો પોતાના પિત્રૃઓના તર્પણ માટે અહીં ધાર્મીક વીધી અનુસાર પિડદાન કરી ત્રિવેણી સંગમમાં પિત્રૃ શ્રાદ્ધ અર્પણ કરે છે.
નર્મદામાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. પોતાના પરિવાર માટે સુખ શાંતી બની રહે તે માટે નર્મદાનું પુજન કરે છે. ચાંદોદમાં સ્નાન કરવાથી દરેક પાપો પુણ્યમાં ફેરવાઇ જાય છે, તેવી માન્યતા પણ છે. અહીં શ્રાદ્ધ પર્વ નિમિત્તે લાખોની સખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે પડે છે અને પોતાના પૂર્વજ અને પિતૃની શાંતિ માટે પ્રાર્થના કરે છે.
શ્રાદ્ધ ચંન્દ્રીકા અનુસાર શ્રાદ્ધથી વધીને બીજી કોઇ કલ્યાણકારી વસ્તુ નથી. મનુષ્યે શ્રાદ્ધ પોર્વક પિતૃઓનું શ્રાદ્ધ કરવું જોઇએ. હિન્દુ ધર્મમાં કહેવાય છે કે, આપણું અસ્તિત્વ જેઓના કારણે છે તેવો પ્રત્યે પ્રેમાદર વ્યકત કરવાનું કરતવ્ય એ શ્રાદ્ધ છે.
માત્રૃ અને પિત્રૃ દેવોભવની સંસ્કૃતી ધરાવતી ભારતીય જીવન પ્રણાલીમાં તેઓના અગણિત ઉપકારોની સ્મૃતીને અમર રાખવા આપણા શાસ્ત્રોમાં ભાદરવા સુદ એકમથી અમાસ સુધીના પખવાડિયાને શ્રાદ્ધ પક્ષ કહેવાઇ છે. જેને લઇ લાખો શ્રદ્ધાળુ પોતાના માત્રૃઓને પિત્રૃના તરપણ માટે ગુજરાત સહિત પુરા ભારતભરમાંથી ચાંદોદ ખાતે આવી પહોંચે છે અને હિન્દુ ધર્મ અનુસાર વેદોકત મંત્રોચાર સાથે પિંડદાન કરી ધન્યતા અનુભવે છે.
કહવાેઇ છે કે, હિંન્દુ ધર્મ અનુસાર ઉત્તરમાં હરિદ્ધારનું જેટલું મહત્વ છે, એટલું જ દક્ષિણમાં આવેલા નર્મદાના કિનારે ચાણોદના ત્રિવેણી સંગમનું મહત્વ છે. ત્રિવેણી સંગમ એટલે માં નર્મદા, ઓરસંગ અને ગુપ્ત ગંગાનું અનોખું મિલન છે, ત્યારે લોકો પોતાના પિત્રૃઓના તર્પણ માટે અહીં ધાર્મિક વિધી અનુસાર પિડદાન કરી ત્રિવેણી સંગમમાં અર્પણ કરે છે. નર્મદામાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે, એટલું જ નહિં પરંતુ દક્ષિણ પ્રયાગના ચાણોદમાં આવી લોકો ધન્યતા અનુભવે છે અને પોતાના પરિવાર માટે સુખ શાંતિ બની રહે તે માટે નર્મદાનું પુજન કરે છે અને તેમાં સ્નાન કરવાથી દરેક પાપો પુન્યમાં ફેરવાઇ જાય છે. તેવી માન્યતા પણ આ સ્થળ ધરાવે છે. અહિં શ્રાદ્ધ પર્વ નિમિતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને પોતાના પૂર્વજ અને પિતૃની શાંતિ માટે પ્રાર્થના કરે છે. આપણા પૂર્વજોએ આપણા જીવન ઘડતરમાં ઘણી મહેનત કરી હોય છે. તે પૂર્વજોને જીવતાં જીવનમાં આપણે સેવા ચાકરી કરી શક્યા ન હોય તો આ શ્રાદ્ધ પક્ષમાં તેમનું સ્મરણ કરી આપણાં જીવનમાં તેમનાં ગુણો ઉતરે-આપણી પ્રગતિમાં તે ઉપયોગી બને તેવી પ્રાર્થના કરે છે.
વડોદરાથી નિર્મિત દવેનો અહેવાલ