વડોદરા જિલ્લાના સાવલી ખાતે કે.જ. કેમ્પસમાં સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા એન્ડ રિસર્ચ સેન્ટરમાં બેન્ક ઓફ બરોડાના 112 માં સ્થાપના દીને સમાજ કલ્યાણકારી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં નિઃશુલ્ક આંખ તપાસ અને ચશ્મા વિતરણ સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાવલી અને ડેસર તાલુકા અને નગર તેમજ આસપાસના અસંખ્ય લાભાર્થીઓની લાંબી કતારો લાગી હતી.આંખના નિષ્ણાત ડોકટરોએ આંખોની તપાસ કરી જરૂરિયાત મુજબ ચશ્માનું વિતરણ કરયું હતું. કે.જે કેમ્પસના વિદ્યાર્થીઓ અને રક્તદાતાઓએ ખુબ જ મોટી સંખ્યામાં રક્તદાન મહાદાન યુક્તિ સાર્થક કરી રક્તદાનની ફરજ નિભાવી હતી.આ પ્રસંગે કે.જે. કેમ્પસના સંચાલક ધર્મેશ પંડયા અને બેન્ક ઓફ બરોડાના ડેપ્યુટી જનરલ મેનેજર જ્યોતિ બેન પટેલ અને સંજીવ આનંદ સાવલી શાખાના મેનેજર સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.