વ્યારા ગામના લોકોને કાર તણાઇ હોવાના સમાચાર મળતા મોટી સંખ્યામાં ગ્રામજનો કોઝવે પાસે પહોંચી ગયા હતા. જો કે, કોઝ-વેમાં પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે કોઇ ગ્રામજને તણાઇ ગયેલી કારને બહાર કાઢવાની હિંમત કરી ન હતી.
આ અંગેની જાણ તાલુકા પ્રસાશન અને વાઘોડિયા પોલીસને થતા ગણતરીની મિનીટોમાં ઘટના સ્થળ પર પહોંચી હતી. સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ કારમાં 3 થી 4 વ્યક્તિ સવાર હતા અને તમામ લોકો સાથેની કાર કોઝ-વેમાં તણાઇ ગઈ હતી. મોડે મોડે પહોંચેલ પ્રસાશન દ્વારા કોઝ-વેમાં તણાઇ ગયેલી કારને NDRF ની ટીમ દ્વારા શોધવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ પાણીનો વહેણ વધુ હોવાથી કાર પાણીમાં ગરકાવ થઈ જતાં કોઇ પત્તો મળ્યો ન હતો.