વડોદરા કહેવાય છે કે, અંગદાન ( organ donation ) એ સૌથી શ્રેષ્ઠ દાન છે. ત્યારે વડોદરાના રહેવાસી હંસાબેન દ્વારા આજરોજ આ શ્રેષ્ઠ દાન કરવામાં આવ્યું છે. જેમાં 49 વર્ષીય હંસાબેન બ્રેઇન ડેડ જાહેર થતા પરિજનો દ્વારા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હંસાબેનના આ દાનથી અન્ય પાંચ લોકોને જીવનદાન (Brain dead woman five organs donated in Vadodara )મળશે. હાલના સમયમાં પણ અંગદાનને લઈ લોકોમાં જોઈએ તેટલી જાગૃતતા જોવા મળતી નથી. હંસાબેનના પિત્તાશયના ઓપરેશન બાદ 36 કલાક પહેલા તેઓ બ્રેઇન ડેડ જાહેર થતા પરિજનો દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અંગદાનથી 5 લોકોને જીવનદાન બ્રેઇનડેડ હંસાબેનના પરિજનો દ્વારા પાંચ અંગોનું દાન આ અંગે ડો. ગૌરાંગ રાણાપુરવાળા જણાવવામાં આવ્યું કે કલાલી ખાતે આવેલી સૌ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત રામકૃષ્ણ પરમહંસ હોસ્પિટલ ( Ramakrishna Paramahansa Hospital )માં હંસાબેન પંચાલ 49ની ઉંમરે બ્રેઇન ડેડ જાહેર થયા હતા. જેથી એસએફટીની ટીમ દ્વારા તેમનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તેમના કુટુંબીજનો દ્વારા અંગદાન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઘણી બધી પ્રક્રિયા બાદ આજે હંસાબેનનું અંગદાન ( organ donation ) થવા જઈ રહ્યું છે. આ અંગદાનથી 5 લોકોને જીવનદાન (Brain dead woman five organs donated in Vadodara )મળી રહ્યું છે.
હંસાબેનની કેસ હિસ્ટ્રી આ અંગે હંસાબેનના પરિજન પ્રવીણભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હંસાબેનને પિત્તાશયની અંદર પથરી હતી. જેને લઈને હંસાબેનને હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. ત્યારબાદ તેમનું પ્રથમ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે સફળ રહ્યું હતું. પ્રથમ ઓપરેશનના 36 કલાક બાદ હંસાબેનનું બીજું ઓપરેશન કરવાનું હતું.જો કે, 36 કલાક પહેલા જ હંસાબેનને નોર્મલ એટેક આવ્યો હતો. એટેક આવ્યા બાદ બધું પહેલા જેવું થઈ ગયું હતું. ત્યારબાદ તેમને ખેંચ આવી હતી. જેનાથી તેમને બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું.ન્યુરો સર્જન દ્વારા તપાસ કર્યા બાદ હંસાબેનને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. હંસાબેનને પહેલેથી કહ્યું હતું કે કંઈ પણ થાય તો મારા અંગોનું દાન આપવા જણાવ્યું હતું. જેથી તેમના કહ્યા ( Family decision regarding wish of organ donation ) અનુસાર સૌ કોઈ દ્વારા અંગોનું દાન ( organ donation ) કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
લોકો બ્રેઇન ડેડને મૃત્યુ તરીકે સ્વીકારવા તૈયાર થતા નથી અત્રે ઉલ્લેખનીય છે કે, આજે પણ અંગદાન કરવામાં લોકો ખચકાટ અનુભવે છે, અનેક લોકો હજી પણ બ્રેઇન ડેડને મૃત્યુ તરીકે સ્વીકારવા તૈયાર થતા નથી. જેના લીધે તે અંગદાન કરવાની ઘસીને ના પાડતા હોય છે. સમાજે અંગદાન ( organ donation ) અંગે જાગ્રત થવું પડશે. બ્રેઇન ડેથ દર્દીના નિકટના સંબંધી તેના મૃત્યુ સ્વીકારવા તૈયાર થતા નથી તે સ્વાભાવિક છે. પરંતુ નક્કર વાસ્તવિકતા એ છે કે 99 ટકા બ્રેઇન ડેડ દર્દી જીવિત થઇ શકતા નથી. દર્દીના સંબંધીઓએ ઉદારતાથી વિચારીને બ્રેઇન ડેડ દર્દીના અંગદાનમાં (Brain dead woman five organs donated in Vadodara )આપવા જોઇએ તેવો અભિપ્રાય પણ આપવામાં આવ્યો હતો.