- વિદેશોમાં કોરોના પર નિયંત્રણ મેળવવા માટે સૌથી વધારે કોરોનાની રસી કારગર નિવડી
- હવે રસીનો જથ્થો ખૂટી જતા નવો જથ્થો ન આવે ત્યાં સુધી રસીકરણ સ્થગિત કરવામાં આવ્યું
- સત્તાધીશોના અણઘડ વહીવટને કારણે પ્રજાએ વધુ એક વખત ભોગવવાનો વારો આવ્યો
વડોદરા : કોરોનાની સુનામીમાં રોજે રોજ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આવા સમયે શહેરમાં ઓક્સિજન, રેમડેસીવીર સહિતની જરૂરી દવાઓની અછત સામે આવી હતી. હજી આ અછત અંગે કોઇ સમાધાન આવ્યો નથી, ત્યારે હવે રસીની પણ અછત સામે આવી રહી છે અને રસીકરણ કેન્દ્રની બહાર ‘આજે રસીકરણ સત્ર નથી’ તેવા બોર્ડ લગાડવામાં આવ્યા છે. જેને લઇને કોરોના સામેની લડાઇમાં સરકાર અને વહીવટી તંત્રની અધુરી તૈયારીઓ ખુલ્લી પડી હતી.
આ પણ વાંચો : વિરોધી પક્ષોએ નિઃશુલ્ક રસીકરણ અભિયાનની કરી માગ
રાજ્ય સરકારે કોરોના પર કાબૂ મેળવવા માટે રાત્રી કરફ્યૂ સહિત આંશિક લોકડાઉન જેવા નિયમો લાદ્યા
રાજ્ય અને દેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે વિદેશોમાં કોરોના નિયંત્રણમાં આવીને હવે લોકો માસ્ક વગર જ સામાન્ય જીવન જીવી શકે છે. વિદેશોમાં કોરોના પર નિયંત્રણ મેળવવા માટે સૌથી વધારે કોરોનાની રસીનું કારગર નિવડી છે. રાજ્યમાં પણ કોરોનાની સ્થિતી ખુબ જ ગંભીર છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના પર કાબૂ મેળવવા માટે રાત્રી કરફ્યૂ સહિત આંશિક લોકડાઉન જેવા નિયમો લાદી દીધા છે અને બીજી તરફ 18 કે તેથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોનું રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પરંતુ સરકારી તંત્ર દ્વારા કોરોના કાળમાં ઓક્સિજન, રેમડેસીવીર અને હોસ્પિટલમાં બેડની અસુવિધાના અનેક મામલા અત્યાર સુધી પ્રકાશમાં આવ્યા હતા. હવે કોરોના વેક્સિનેશનમાં પણ તંત્રની અવ્યવસ્થા સામે આવી છે.
આ પણ વાંચો : વેક્સિનનો જથ્થો ખૂટી પડતા 45 વર્ષથી ઉપરના નાગરિકોનું રસીકરણ બંધ કરાયું
જ્યાં સુધી વેક્સિનનો નવો જથ્થો નહિ આવે ત્યાં સુધી વેક્સિનેશનની કામગીરીને બંધ
વેક્સીનનો જથ્થો ખૂટી પડતા શહેરના મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, 45 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓ માટે COVID- 19ના રસીકરણની કામગીરી વેક્સિનનો પર્યાપ્ત જથ્થો ન હોવાના કારણે હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. વેક્સિનનો જથ્થો ઉપલબ્દ્ધ થયેથી રસીકરણની કામગીરી રાબેતા મુજબ ફરીથી શરૂ કરવામાં આવશે. પાલિકા તંત્ર દ્વારા વેક્સિન અંગે કરેલી અધુરી તૈયારીઓને પગલે વડોદરાવાસીઓની કોરોના સામેની જંગમાં રૂકાવટ આવી છે. જ્યાં સુધી વેક્સિનનો નવો જથ્થો નહિ આવે ત્યાં સુધી વેક્સિનેશનની કામગીરીને બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. આમ, બીજી લહેરમાં પ્રચંડ ગતિએથી વધી રહેલા કોરોનાને નાથવા માટે સ્માર્ટ સીટી વડોદરાના સત્તાધીશોના અણઘડ વહીવટને કારણે પ્રજાએ વધુ એક વખત ભોગવવાનો વારો આવ્યો છે.