- 70 ટકા જનાધાર ભાજપ પાસે
- ભાજપને બળવાખોરોની પરવા હોતી નથી
- દાવેદારોને ટિકિટ ન મળતાં બળવો કરે છે
વડોદરા : મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે બુધવારથી ઉમેદવારો ચૂંટણીના રંગમાં ઉમેદવારો રંગાઈ ગયા છે. ચૂંટણી આવે ત્યારે પક્ષમાં ટિકિટ ન મળતા બળવો કરીને અપક્ષમાંથી અથવા બીજા પક્ષમાંથી ચૂંટણી લડે છે. ભાજપ અને સૌથી મોટી પાર્ટી હોવાથી જો કોઈ કાર્યકર બળવો કરે, તો ભાજપને કોઈપણ પ્રકારની પરવા હોતી નથી. કારણ કે, 70 ટકા જનાધાર ભાજપ પાસે જ છે. જો કોઈ ઉમેદવાર બળવો કરે તો પક્ષને નુકસાન થાય છે, તે અંગે વરિષ્ઠ પત્રકાર અજય દવે દ્વારા સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી.
ચૂંટણી આવે ત્યારે ટિકિટના દાવેદારોને ટિકિટ ન મળતાં બળવો કરે છે
સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી 21મી ફેબ્રુઆરીના રોજ છે, ત્યારે ચૂંટણીનો રંગ બરાબરનો જામ્યો છે. 6 તારીખ સુધી ઉમેદવારો ફોર્મ ભરવાનું હતું. જે બાદ ફોર્મની ચકાસણી અને ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાની તારીખ હતી. બુધવારથી ચૂંટણીનો બરાબરનો રંગ જામ્યો છે. ઉમેદવારો જે છે એ પોતાના મતવિસ્તારમાં જનસંપર્ક શરૂ કરી દીધો છે. ત્યારે ચૂંટણી આવે ત્યારે ભાજપ કોંગ્રેસ કે અન્ય પક્ષોએ ટિકિટના દાવેદારોને હોય છે, પણ જો કોઈ પક્ષ ટિકિટના ન આપે તો પક્ષમાંથી બળવો કરીને અપક્ષમાંથી અથવા કોઈ બીજા પક્ષમાં સામેલ થઈને પણ લડતા હોય છે.
અપક્ષમાંથી જીતી જાય તો ફરી એ ભાજપમાં પાછો આવી જાય
દેશની સૌથી મોટી એ ભારતીય જનતા પાર્ટી છે. તેમાં વટ વૃક્ષ પક્ષ બની ગયો છે. જો એમાં જે કોઈ બળવો કરે તો તે ઉમેદવાર સાવ નાનો બની જાય છે. જેનાથી પક્ષને કોઈ પણ પ્રકારનો નુકસાન થતું નથી અને જો એ બળવો કરીને અપક્ષમાંથી જીતી જાય તો ફરી એ ભાજપમાં પાછો આવી જાય છે.
રાજેશ આયરે ભાજપ પક્ષમાં ફરી જોડાઈ ગયા
ભારતીય જનતા પાર્ટી પાસેથી 70 ટકા જનાધાર છે. વડોદરાની વાત કરવામાં આવે તો વૉર્ડ નંબર 9માંથી રાજેશ આયરે ભારતીય જનતા પાર્ટીમાં હતા. જે બાદ આર. એસ. પી. માછી 2015માં આખી પેનલ જીતીને લાવ્યા હતા. જ્યારે 2021માં ફરી કોર્પોરેશનની ચૂંટણી આવી, ત્યારે રાજેશ આયરે ભાજપ પક્ષમાં ફરી જોડાઈ ગયા હતા અને તેમના પુત્રને ભાજપમાંથી ટિકિટ પણ આપવામાં આવી હતી. કહેવાય છે કે, જ્યારે કોઇ ઉમેદવાર આખી પેનલ આવતું હોય તો એને કોઈ પક્ષને કેમ જરૂર પડે તે એક મોટો સવાલ છે?
કોંગ્રેસ કસીન છે અને વિપક્ષ વેરવિખેર છે
21મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી છે, ત્યારે ગત 25 વર્ષથી ભાજપ ગુજરાતમાં શાસન કરી રહ્યું છે. કોંગ્રેસ કસીન છે, કોઇ જગ્યા એ દેખાતું નથી અને વિપક્ષ વેરવિખેર થઈ ગયો છે. રાજકોટ, સુરત અને અમદાવાદમાં આપનું અસ્તિત્વ દેખાઈ રહ્યું છે. જ્યારે કોંગ્રેસ ક્યાંય પણ દેખાતું નથી. તેની જૂથબંધી કોંગ્રેસ ત્રસ્ત છે અને આ વખતે મહાનગરપાલિકામાં ભાજપ જંગી બહુમતીથી જીતે તો નવાઈ નહીં.