- કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી
- ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું
- પોતાની જીત માટે વ્યક્ત કર્યો વિશ્વાસ
કરજણ: વડોદરાની કરજણ બેઠક માટે ભાજપે અક્ષય પટેલના નામની જાહેરાત કરી હતી. આજે મંગળવારે ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ શુભ મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરવા કરજણ નગરપાલિકા કચેરી પહોંચ્યા હતા. ત્યારે ભાજપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
![અક્ષય પટેલે શુભ મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-04-vadodara-karjan-bjpumedvar-formbhryu-avb-gj10042_13102020135210_1310f_1602577330_718.jpg)
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની આગામી પેટા ચૂંટણી માટે રાજ્યના બન્ને મોટા પક્ષ ભાજપ અને કોંગ્રેસે જીત માટે કમર કરી છે. કરજણ બેઠક માટે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ભાજપમાં જોડાયેલા અક્ષય પટેલના નામ પર ભાજપે તેના ઉમેદવાર તરીકે મહોર લગાવી હતી.
ઉમેદવારી પત્ર ભર્યા બાદ અક્ષય પટેલે જણાવ્યું હતું કે, સરકારની કૃષિ સહિતની અન્ય યોજનાઓ થકી હું મારા મતદારો પાસે સમર્થન માટે જઈશ. લોકચાહના મેળવનારા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેની ભાવનાને કારણે આજે મોટી સંખ્યામાં સમર્થકો અહીં જોડાયા હાવાનું પણ અક્ષય પટેલે જણાવ્યું હતું.