ETV Bharat / state

મકારપુરના માણેજા નજીક કોર્પોરેશનના ટ્રેક્ટરે બાઇક ચાલકને અડફેટે લેતા ચાલકનું મોત

ગોત્રી ખાતે બેસણામાં બાઇક પર જઈ રહેલા બે વ્યક્તિને પાલિકા ટ્રેક્ટરની અડફેટે આવતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે અન્યની સયાજી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે.

કોર્પોરેશન ડબ્બા ટીમનું ટ્રેક્ટર
કોર્પોરેશન ડબ્બા ટીમનું ટ્રેક્ટર
author img

By

Published : Jan 25, 2021, 12:57 PM IST

  • કોર્પોરેશનના વાહન-ચાલકો બેફામ
  • યમદૂતની માફક હંકારી રહ્યા છે વાહનો
  • બેસણામાં હાજર થવા જતા ચાલકનું મોત

વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની ઢોર ડબ્બાની ટીમ વડોદરા શહેરમાં રખડતા ઢોરોને પકડવા માટે કાર્યરત હતી. તે દરમિયાન મકરપુરાના માણેજા ખાતે વોલ્ટેમ કંપની પાસે બે ઢોરોને પકડી કર્મીઓ ઉભા હતાં. તે સમયે પકડેલાં ઢોરોને મૂકી ઢોર ડબ્બા ખાતે જમા કરવા માટે ઉપયોગમાં લેવાતાં ટ્રેક્ટરે પૂર ઝડપે સ્થળ પર પહોંચવા જઈ રહ્યું હતું. તે સમયે ટ્રેક્ટરે બાઇકને અડફેટે લેતા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયાં હતાં. ઇજાગ્રસ્ત નારાયણ વસાવા અને અજય વસાવાને 108 માફરતે સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર ખાતે લાવવામાં આવતાં હાજર તબીબોએ ૬૨ વર્ષીય નારાયણ વસાવાને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અજય વસાવાની સારવાર શરૂ કરી હતી. ઇજાગ્રસ્ત અજય વસાવાના જણાવ્યા અનુસાર મંડળા ગામથી ગોત્રી બેસણા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન પુર-ઝડપે આવી રહેલા ટ્રેકટરની અડફેટે આવતાં અકસ્માતનો બનાવ બન્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.