વડોદરાઃ બરોડા ટેક્સ બાર એસોસિએશન દ્વારા બુધવારના રોજ GST નેટવર્કને કારણે પડતી હલાકીના પ્રશ્ને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. આ અંગે બરોડા ટેક્સ બાર એસોસિએશનના પ્રવક્તા મુકેશ શર્માએ જણાવ્યું હતું કે, અમારો GSTના કાયદાની સામે કોઈ પણ જાતનો વિરોધ નથી. ફક્ત GSTNનું જે પોર્ટલ બરાબર નથી ચાલતું તેને કારણે પડતી હાલાકીને કારણે જ અમે આ વિરોધ નોંધાવ્યો છે.
મુકેશ શર્માએ જણાવ્યું હતું કે, GST પોર્ટલ જયારે છેલ્લા દિવસોમાં રિટર્ન ભરવાનું આવે છે. ત્યારે આ પોર્ટલ ચાલતું નથી. જે વેપારી વેરો ભરીને આવે છે. તે એમાં દેખાતો નથી. જેને કારણે વેપારીને વ્યાજ અને પેનલ્ટીનો માર પડે છે. એની માટેનો અમારો વિરોધ છે. એની માટે અમારો રાતનો ઉજાગરો થાય છે. અમારી ફેમિલી લાઈફ ડિસ્ટર્બ થાય છે, તેના કારણે અમારો વિરોધ છે. આજે અમે કલેક્ટર લાગતાં વડગતાં અધિકારીઓને પણ આવેદનપત્ર આપવાના છીએ.