બાંધકામ પરવાનગી શાખા દ્વારા સરકારની સૂચના મુજબ ફાયર સેફટી અંગેની તકેદારીના પગલાં લેવાની કાર્યવાહી અંતર્ગત ટાઉન ડેવલોપમેન્ટ શાખા દ્વારા ફાયર સેફટીને ધ્યાને રાખી વડોદરા શહેરના અલગ-અલગ વિસ્તારોના કોમ્પલેક્ષ, હોસ્પિટલ, સ્કુલ, તથા હોટલ વિગેરે ના ટેરેસ, બેઝમેન્ટ, માર્જિન શેડ ડોમ વિગેરે જેવા બાંધકામને પગલે DGMC એકટ અંતર્ગત 260 (1)ની નોટીસ આપવામાં આવી છે.
આ બાંધકામ તાત્કાલિક અસરથી દુર કરવા તેમજ ફાયર સેફ્ટીની વ્યવસસ્થા કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. શહેરમાં ફાયર બ્રિગેડ ખાતા દ્વારા ટયુશન કલાસીસને ફાયર સેફટી બાબતે ચેકીંગ કરી નોટીસ આપવામાં આવી હતી.