ETV Bharat / state

હવે મોદક બનશે મોંઘા, બરોડા ડેરીએ ઘીના ભાવ વધાર્યા - બરોડા ડેરી

જનતા પર વધું એક મોંઘવારીની માર, મોંઘવારીમાં પીસાતી પ્રજાને વધુ એક માર પડ્યો છે. બરોડા ડેરીએ ઘીના ભાવમાં કિલોદીઠ 20 રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે જ બરોડા ડેરીના ઘીનો ભાવ કિલોએ 520 રૂપિયાથી વધીને 540 રૂપિયા થઈ ગયો છે.અગાઉ બરોડા ડેરીએ દુધના ભાવમાં લીટર દીઠ 2 રૂપિયાનો વધારો કર્યો હતો.Baroda dairy, Inflation hit the people of Vadodara,

Etv Bharatહવે મોદક બનશે મોંઘા, બરોડા ડેરીએ ઘીના ભાવ વધાર્યા

author img

By

Published : Sep 7, 2022, 5:59 PM IST

વડોદરાઃતહેવારો પહેલા જ વડોદરાની પ્રજાનેઉપર મોંઘવારીનો(Inflation hit the people of Vadodara) વઘુ એક માર પડ્યા છે. મોંઘવારીમાં પીસાતી પ્રજાને વધુ એક આર્થિક ફટકો પડ્યો છે. બરોડા ડેરીએ(Baroda dairy) ઘીના ભાવમાં કિલોદીઠ 20 રૂપિયાનો વધારો કર્યો છે. બરોડા ડેરીમાં દૂધની આવકમાં 11.04 ટકાનો ઘટાડો થયો છે. જેની સીધી અસર ઘીના ઉત્પાદન પર પડી છે. વર્ષ 2021-22માં દર મહિને બરોડા ડેરી 63થી 70 ટન ઘીનું ઉત્પાદન કરતી હતી. હાલમાં ઉત્પાદન ઘટીને 55 ટન પર પહોંચતાં તહેવારો દરમિયાન જ લોકોને મોંઘવારીનો સામનો કરવો પડશે.

આવકમાં ઘટાડોઃ રાજ્યમાં પશુઓમાં આવતી બિમારીઓના લીધે,સમગ્ર રાજ્યની 18 દૂધ મંડળીઓમાં દૂધની આવકમાં 6 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જેની અસર બરોડા ડેરી પર વર્તાઈ રહી છે. જેના લીધે બરોડા ડેરીએ અગાઉ દૂધના ભાવમાં વધારો કર્યો હતો., એપ્રિલ 2022થી ઓગસ્ટ સુધીમાં દૂધની રોજની સરેરાશ આવક 6 લાખ 47 હજાર લિટર હતી. જે એપ્રિલ 2022થી ઓગસ્ટ સુધીમાં 5 લાખ 76 લિટર થઈ હતી.

દૂધના ભાવમાં વધારોઃ બરોડા ડેરીએ અગાઉ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. બરોડા ડેરીએ દૂધના ભાવમાં લિટર દીઠ 2 રૂપિયાનો વધારો કર્યો હતો. આથી અમૂલ તાજા, ગાયનું દૂધ, સ્લિમ એન્ડ ટ્રીમ સહિતની વિવિધ કેટગરીમાં 1 રૂપિયાથી લઇને 12 રૂપિયા સુધીનો વધારો થયો છે. તાજા દૂધના 200 MLના પાઉચમાં 1 રૂપિયાનો વધારો થતાં તેના ભાવ 9 રૂપિયાથી વધીને 10 થયા. 500 MLના પાઉચમાં પણ 1 રૂપિયો વધતાં તેના ભાવ 24 રૂપિયાથી વધીને 25 થયા છે. તાજાના 6 લિટરના દૂધના પાઉચમાં 12 રૂપિયાનો વધારો થતાં તેના ભાવ 276થી વધીને 288 થયા છે. ગોલ્ડ દૂધના 5 લિટરના પાઉચમાં 10 રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે તેના ભાવ 300થી વધીને 310 રૂપિયા થયા છે. જ્યારે કે ગાયના દૂધના 500 MLના પાઉચના ભાવ 25થી વધીને 26 થયા છે, તો સ્લિમ ટ્રિમ દૂધના 500 MLના પાઉચના ભાવ 21થી વધીને 22 થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.