- બરોડા ડેરીની યોજાનારી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ
- 6 ઉમેદવારો બિનહરીફ જાહેર
- 7 ઝોનની 7 બેઠકો માટે 28 ડિસેમ્બરના રોજ મતદાન
વડોદરા : જિલ્લામાં આવેલી બરોડા ડેરીની ચૂંટણીમાં હવે ગરમાવો આવશે. બુધવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ થતાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. બરોડા ડેરીમાં 6 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જેમાં નસવાડીમાં જી. બી. સોલંકી, કરજણમાં સતીશ પટેલ નિશાડિયા, છોટાઉદેપુરમાં સંગ્રામસિંહ રાઠવા, જેતપુર પાવીમાં રણજિત રાઠવા, બોડેલીમાં ક્રિપાલસિંહ મહારાઉલજી તથા વાઘોડિયાના રાજુ અલવાનો સમાવેશ થાય છે.
17 ઉમેદવારો મેદાનમાં
બિનહરીફ ચૂંટાઈ આવ્યા બાદ હવે 7 ઝોનની 7 બેઠકો માટે 17 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં મુખ્યત્વે પાદરમાં દીનું મામા અને નરેન્દ્ર મુખી વચ્ચે સીધો જંગ છે. જ્યારે વડોદરામાં શૈલેષ પટેલ પોર સામે 2 ઉમેદવારો છે. ડભોઇમાં દિલીપ નાગજી તથા દીક્ષિત પટેલ સંખેડામાં અજિત ઠાકોર સહિત 3 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે 28 ડિસેમ્બરના રોજ બરોડા ડેરીના એસેમ્બલી હોલમાં મતદાન થશે. જે બાદ પરિણામ જાહેર થશે.
કોંગ્રેસનું પલડું ભારે
હાલ બિનહરીફ જાહેર થયેલા ઉમેદવારોમાં કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોનું પલડું ભારે છે. કોંગ્રેસના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જ્યારે ભાજપના બે ઉમેદવારો બિનહરીફ થયા છે. એટલે હવે બરોડા ડેરીની ચૂંટણી રસાકસી ભરી બની રહેશે. આમ બરોડા ડેરીમાં કુલ 13માંથી 6 બેઠક બિનહરીફ થતા બાકી રહેલી 7 બેઠક માટે ચૂંટણી યોજાશે.