ETV Bharat / state

Baroda Dairy: બરોડા ડેરીની નવા નાણાંકીય વર્ષની ગિફ્ટ દૂધ અને છાસના ભાવમાં વધારો - દુધ અને છાસમાં ભાવ વધારો

બરોડા ડેરી દ્વારા તા. 1લી એપ્રિલથી અમલમાં ( Baroda Dairy)આવે તે રીતે દૂધ અને છાસના ભાવમાં વધારો કર્યો છે. 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થાય છે, નવા નાણાકિય વર્ષની અંદર નાગરિકોને દૂધ અને છાશના ભાવ વધારાની ભેટ મળી છે. બરોડા ડેરી ગોરસ છાસ 400 મિ.લી. માં 1 રૂપિયો અને દૂધમાં પ્રતિ(Increase in milk and milk prices) લિટર રૂપિયા 2નો ભાવ વધારો કરવામાં આવ્યો છે.

Baroda Dairy: બરોડા ડેરીની નવા નાણાંકીય વર્ષની ગિફ્ટ દૂધ અને છાસના ભાવમાં વધારો

author img

By

Published : Apr 1, 2022, 3:24 PM IST

વડોદરાઃ બરોડા ડેરી દ્વારા તા. 1લી એપ્રિલથી અમલમાં આવે તે ( Baroda Dairy) રીતે અમુલ શક્તિ, અમુલ ગોલ્ડ દૂધમાં પ્રતિ લિટર રૂપિયા 2નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બરોડા ડેરી ગોરસ છાસ 400 મિ.લી. માં 1 રૂપિયો અને બરોડા ડેરી જીરા છાસ 190 મિ.લી.માં પણ 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પંદર દિવસ પહેલાં અમુલ તાઝા, અમુલ સ્લિમ એન્ડ ટ્રીમ અને અમુલ ગાયના દૂધમાં પ્રતિ લિટર રૂપિયા 2 નો વધારો કરવામાં આવ્યો હતો.

બરોડા ડેરીએ દૂધ અને છાસના ભાવમાં વધારો - પેટ્રોલ, ડિઝલ સહિત પશુ આહારના(Increase in milk and milk prices) ભાવમાં થઈ રહેલા ભાવ વધારાને પગલે બરોડા ડેરી દ્વારા દૂધ અને છાસના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. બરોડા ડેરી દ્વારા અમુલ ગોલ્ડ 500 એમ.એલ. નો ભાવ રૂપિયા 30 હતો તેનો રૂપિયા 31 કરવામાં આવ્યો છે. અમુલ શક્તિ 500 એમ.એલ.નો ભાવ રૂપિયા 27 હતો તેનો રૂપિયા 28 કરવામાં આવ્યો છે. જ્યારે બરોડા ડેરી ગોરસ છાસ 400 મિ.લી.નો ભાવ રૂપિયા 10 હતો. તેમાં રૂપિયા 11 કરવામાં આવ્યો છે. 5 લિટર ગોરસ છાસ રૂપિયા 120 ભાવ હતો તેનો રૂપિયા 130 કરવામાં આવ્યો છે. બરોડા ડેરી જીરા છાસ 190 મિ.લી.નો ભાવ રૂપિયા 5 હતો તેનો રૂપિયા 6 કરવામાં આવ્યો છે. પેટ્રોલ, ડિઝલ, ગેસ, પાણી, ટ્રાન્સપોર્ટ, દૂધ વિતરકોના કમિશનમા વધારો, દાણમા સબસિડી, પગાર, કર્મચારી મૃત્યુ સહાય, પેકીંગ સહિતના ખર્ચમાં થયેલા વધારાને પગલે બરોડા ડેરી ઉપર વાર્ષિક રૂપિયા 98 કરોડના પડેલા આર્થિક બોજને પગલે બરોડા ડેરી દ્વારા દૂધ અને છાસના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે.

આ પણ વાંચોઃ Surat Textile Market: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 1 એપ્રિલથી સાડી અને કાપડના ભાવમાં થશે વધારો

1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ - અગાઉ શહેર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા દૂધનો ભાવ વધારો ન કરવા માટે બરોડા ડેરીના એમ.ડી.ને રજૂઆત કરી હતી. તેમજ દેખાવો, સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. જોકે બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવો જરૂરી હોવાથી તે સમયે તાઝા, સ્લિમ એન્ડ ટ્રીમ અને ગાયના દૂધના ભાવમા પ્રતિ લિટર રૂપિયા 2 નો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. તે બાદ આજે બરોડા ડેરી તા. 1 લી એપ્રિલથી અમલમાં આવે તે રીતે 500 એમ.એલ. ગોલ્ડ, શક્તિ, ગોરસ છાસ અને જીરા છાસમાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થાય છે, નવા નાણાકિય વર્ષની અંદર નાગરિકોને દૂધ અને છાશના ભાવ વધારાની ભેટ મળી છે.

આ પણ વાંચોઃ એપ્રિલના પહેલા જ દિવસે ગ્રાહકોને મોંઘવારીનો મોટો ફટકો, LPG સિલિન્ડર કિંમતમાં 250 રૂપિયાનો વધારો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.