વડોદરા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈ ચાલી રહેલ પ્રચાર પ્રસાર માટે દિગ્ગજો મેદાને ઉતર્યા છે. ત્યારે આજે વડોદરા શહેરની રાવપુરા વિધાનસભા બેઠકના (Raopura assembly seat) ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લના પ્રચાર માટે ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા વડોદરા આવી પહોંચ્યા હતા. શહેરના કારેલીબાગ ખાતે આવેલ અંબાલાલ ગરબા ગ્રાઉન્ડ ખાતે વિજય સંકલ્પ જાહેર સભાને સંબોધી હતી. આ જાહેર સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી.
સ્વાસ્થ્યની સેવાઓ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા એ જણાવ્યું હતું કે આજે દેશમાં વિવિધ સ્વાસ્થ્યની સેવાઓ આ સરકારે પુરી પાડી છે. અનેક લોકોને કોરોના મહામારીથી બચાવ્યા અને વેકસીન પુરી પાડી છે. હેલ્થ કાર્ડ તૈયાર કરી સામાન્ય માણસોને પણ આજે મુશ્કેલી નથી. 100 દેશોને વેકસીન આપી જેમાંથી 48 દેશોને મુક્ત રીતે આપી તે મોટી સિદ્ધિ છે. ભારત લેને વાલા નહીં દેને વાનાં હે. ડબલ એન્જીનની સરકાર છે. ત્યારે કિસાનોને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વ્યાજ મુક્ત અને ટ્રેક્ટર આપવાની વાત કરી છે. ગતિશક્તિ યુનિવર્સિટી, એરક્રાફ્ટ, આ એક નવા વિકાસનું આયામ ,ડિફેન્સ એરક્રાફ્ટના કારણે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટથી MSME સેક્ટરમાં 5 હજાર કરોડના ટર્ન ઓવરથી 35 હજાર કરોડનું ટર્નઓવર થશે. કોંગ્રેસ માં પાર્ટીમાં તો જોડે રહેતા નથી દેશ જોડવા નીકળ્યા છે.
વિપક્ષ પર આકરા પ્રહારો વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ આતંકવાદીઓની હમદર્દી છે. JNU માં જઈ રાહુલ ગાંધી એવું કહે છે કે હું તમારી સાથે ઊભો છું. આવા લોકો ભારત કે ગુજરાત નહિ જોડી શકે. આમ આદમી પાર્ટી પર જે પી નડ્ડા એ નામ લીધા વિના સાધ્યું નિશાન કે એક એવી પાર્ટી આવી છે કે જે કાગળ પર લખીને આપવાના દાવા કરે છે. આવી પાર્ટીની ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ગોવામાં જમાનત જપ્ત થઈ છે. હિમાચલ પ્રદેશમાં 67 બેઠકો પર આમ આદમી પાર્ટીની જમાનત જપ્ત થઈ જશે. આમ આદમી પાર્ટી બેનર બેઝડ પાર્ટી છે, પંજાબ અને દિલ્હીની જાહેરાત લઈ ગુજરાતમાં આવી જાય છે. આવા લોકોને શબક શીખવાડો તેવા કટાક્ષ કર્યા હતા. આ લોકો એવા કટ્ટર ઈમાનદાર છે. જે જેલમાં માલિશ કરાવે છે. દારૂ કૌભાંડ, સ્કૂલ કૌભાંડ કરે છે. બાથરૂમ અને સ્કૂલનો ક્લાસ રૂમ બનાવવા માટે એક જ ભાવ રાખે છે, કોઈ દિવસ એવું જોયું છે? તેવું કહી તેઓએ ભાષણ પૂર્ણ કર્યું હતું.