જો કે, છેલ્લા કેટલાક સમયથી આ સાઇટ બંધ પડી છે. જે સ્થળ પર નુર્મના મકાનો બની રહ્યા હતા. તે પ્લોટ સ્કૂલ માટે રિઝર્વ હોવાથી સ્થાનિક લોકો હાઇકોર્ટમાં ગયા હતા અને સ્ટે લાવતા આ સાઈટ બંધ પડી છે. સાઈટ બંધ થયા બાદ આ કોન્ટ્રાક્ટર સાઈટ છોડીને જતો રહ્યો છે. જે તે સમયે કામ ચાલતું હતું, ત્યારે તળાવ જેવો મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. જેમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે.
આ ખાડા નજીક ગુરુવારે સાંજે રમી રહેલ રાહીલ પલાસ નામનો 10 વર્ષનો બાળક રમતા રમતા ખાડામાં પડી ગયો હતો. રાહીલ સાથે રમતા બાળકોએ આ અંગે રાહીલના માતા પિતાને જાણ કરી હતી. જે બાદ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.જો કે,રાહીલને બચાવી શકાયો ન હતો. બનાવ અંગે બાપોદ પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.