વડોદરા નજીક અતાપી વંડરલેન્ડ ખાતે સ્વિમિંગ પુલની પાણીની ટાંકીમાં એક બાળકનું મોત થયું હતું. બાળકના પરિવારે અતાપી વંડરલેન્ડના સત્તાધીશોના બેદરકારીના કારણે બાળકનું મોત નીપજ્યું હોવાના આક્ષેપો લગાવ્યા હતા.
વડોદરાની નજીક આવેલા આજવા સ્થિત અતાપી વન્ડર લેન્ડ ખાતે પાણીની ટાંકીમાં ડૂબી જવાથી 12 વર્ષના બાળકનું મોત થયું હતું. જોકે આ સમગ્ર મામલે વાઘોડિયા પોલીસે પમ્પ ઓપરેટરો સામે કામમાં બેજવાદરી અને IPC 304 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ.