વડોદરા: ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસ( Lumpy Skin Disease)જોવા મળ્યો છે. આ વાયરસે માલધારીઓની ચિંતા વધી છે. તેમજ આ લમ્પી વાયરસને લઇને પશુપાલન વિભાગ દોડતું થયું છે. લમ્પી વાયરસને નાથવા માટે રસીકરણ (Vaccination against Lumpy virus)અભિયાન તેજ બનાવવાની સૂચનાઓ અધિકારીઓને આપવામાં આવી છે. જ્યારે લમ્પી વાયરસના કારણે અત્યાર સુધીમાં અમુક પશુઓના મૃત્યુ (Lumpy Skin Disease) પણ થયાં છે. ઉલ્લેખનીય છે કે વધુ પશુઓના મૃત્યુ ન થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા ઈમરજન્સી બેઠક બોલાવીને રસીકરણ વધુ તેજ કરવાની સૂચના પણ અધિકારીઓને આપવામાં આવી છે.
લમ્પી સ્કિન ડીસીઝ રોગ અંગે જાગૃકતા - વડોદરા જિલ્લા પશુપાલન નિયામક ડો.જીજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે વડોદરા પંચાયત પશુપાલન વિભાગ (Vadodara Animal Husbandry Department)દ્વારા પશુપાલકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. હાલમાં પશુમાં તાવ, શરીર પર ચામઠા પડવા જેવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક પશુ દવાખાનનો સંપર્ક કરવા જણાવ્યું હતું. હાલમાં વડોદરા જિલ્લા પંચાયત પશુપાલન વિભાગ દ્વારા વંદે ગુજરાત રથના માધ્યમથી લમ્પી સ્કિન ડીસીઝ રોગ અંગે પોસ્ટર( Lumpy virus awareness)દ્વારા માહિતી આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ બચાવો ! હજારો ગાયો પર મૃત્યુનું જોખમ, શું છે આનો ઈલાજ જાણો
લમ્પીનો કેસ જોવા મળેલ નથી - જિલ્લામાં દરેક જગ્યા પર કામગીરી કરવામાં આવી રહી છે. સાથે 1962 વેન દ્વારા પણ મોબાઈલના માધ્યમથી માહિતી સાથે સારવાર આપવામાં આવે છે. સાથે ગણેશ પશુ સુધારણા યોજના અને વડોદરા ડેરીના માધ્યમથી સારવાર કરવામાં આવે છે પણ હજુ કોઈ કેસ જોવા મળેલ નથી અને લક્ષણો જણાય તો આ પશુને અલગ બાંધવું જોઈએ. લમ્પી સ્કીન ડીસીઝ જણાય તો જ પશુને રસી આપવામાં આવતી હોય છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં પશુ પાલકોની ચિંતા વધી, આ શહેરમાં લમ્પી વાયરસ જોવા મળતા તંત્ર થયું દોડતું
પશુમાં વાયરસનું પરિવહન - મદદનીશ પશુપાલન નિયામક ડો. તેજસ શુક્લએ જણાવ્યું હતું કે લમ્પી સ્કીન ડીસીઝ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. કારણ કે ચોમાસાની ઋતુમાં કાદવ, કીચળ કે પાણીનો ભરાવો થતો હોય ત્યાંથી મચ્છર, માખી, ટિક્સ, ઇટરડીના કારણે પશુમાં વાયરસનું પરિવહન એક પશુમાંથી બીજા પશુમાં થતું હોય છે. હાલમાં પશુઓની આસપાસ જેટલી સ્વછતા આપવામાં આવશે કેટલો જ રોગચાળો અટકાવી શકાશે. સાથે વરસાદની મોસમ હોય પુરની પરિસ્થિતિ માં પશુઓને કાળજી રાખવા ઊંચાણ વાળા વિસ્તારમાં રાખવા જોઈએ. સાથે ખોરાક અને પાણી સ્વચ્છ આપવું જોઈએ.