વડોદરાઃ ભાયલી ગામે કલેક્ટર કચેરીમાં નાગરિક દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ (road corruption case in Bhayali village)કર્યો હતો. રાવપુરા પોલીસ દ્વારા જાગૃત નાગરિકની અટકાયત કરી પોલીસ મથકે લઇ જવામાં આવ્યા. ભાયલીગામે રોડના કામોમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે ધીરુ પરમાર દ્વારા આજ રોજ કલેક્ટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ માટે આવતા કલેક્ટર કચેરીમાં રાવપુરા પોલીસ દ્વારા અટકાયત (Attempted suicide of a citizen)કરી પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં 4 લોકોનો આત્મવિલોપનનો પ્રયાસ, વલ્લભપુરના ગૌચરમાં ખોદકામ અટકાવવા માગ
નિરાકરણ ન આવતા આખરે આત્મવિલોપન કરવા પહોંચ્યા - વડોદરા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ભાયલી ગામમાં અલગ અલગ વિસ્તારના પાંચ જેટલા રોડના કામમાં સરકાર દ્વારા આવેલી ગ્રાંટમા ભ્રષ્ટાચાર થયાનો મામલો સામાજિક કાર્યકર ધીરુ પરમારની RTIમાં બહાર આવતા આ સમગ્ર મામલે ભાયલી ગ્રામપંચાયતના સરપંચ, તલાટી તથા જિલ્લા પંચાયત અધિકારીને રજૂઆતો કરી હતી.આ મામલે અનેક રજૂઆતો કરવા છતાં કોઇ નિરાકરણ ન આવતા આખરે ધીરુ પરમાર દ્વારા આજે કલેક્ટર કચેરી પાસે આત્મવિલોપન કરવા આવતાની વાતે સવારથી જ પોલીસ, ફાયરબ્રિગેડની ટીમ તથા એમ્બ્યુલન્સ સહિતનો કાફલો કલેક્ટરની કચેરીમાં ખડકી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ મોડાસામાં દિવ્યાંગ દંપતી આત્મવિલોપન કરે તે પહેલા પોલીસે અટકાયત કરી
પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી - જ્યારે ધીરુ પરમાર વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીએ આવ્યા ત્યારે તેઓની કલેક્ટર કચેરીના મુખ્ય ગેટ પાસે જ પોલીસ દ્વારા અટકાયત કરી તેઓને રાવપુરા પોલીસ મથકે લઇ જવાયા હતા. વિવિધ વિભાગીમાં પારાવાર ધક્કા ખાઈ ભ્રષ્ટાચારને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ કઈ જ પરિણામ ન મળ્યું. આખરે આ અંગે આજે કલેક્ટર સમક્ષ પોતે આત્મવિલોપન કરવાની વાત કારતાજ તંત્ર હરકતમાં આવી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.