ETV Bharat / state

ATM Fraud: ખોટી નોટ આવી ગઈ હોવાનું કહી, ATM કાર્ડ બદલી 2 લાખ ખંખેર્યા

વડોદરામાં બેન્ક વ્યવહાર મામલે બે છેતરપિડીંના કેસ સામે આવ્યા છે. પાદરામાં એક જગ્યાએ ગ્રાહકને ખોટી નોટો આવી ગઈ હોવાનું કહીને રુપિયા લઈને શખ્સો ફરાર થઈ ગયો હતો. તો બીજી તરફ હરણમાળના વ્યક્તિનું ATM કાર્ડ અદલાબદલી કરીને 2 લાખથી વધુની રકમ ATMમાંથી ઉપાડીને શખ્સો રફુચક્કર થઈ ગયા છે.

Vadodara Crime : બેન્ક વ્યવહારમાં સાવધાન, બે વ્યક્તિની નજર ચૂક કરાવી ઠગ ટોળકીએ આંચરી છેતરપિંડી

author img

By

Published : Mar 1, 2023, 10:07 AM IST

વડોદરા : છેલ્લા કેટલાક સમયથી વડોદરા જિલ્લામાં અલગ અલગ જગ્યાએથી એટીએમ કાર્ડની અદલાબદલી કરી છેતરપિંડી થયાના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. જેની ફરિયાદ નોંધાતી હોય છે, ત્યારે આ ઠગ ટોળકી પકડાય છે. પરંતુ ફરી પાછા તેઓ સક્રિય બનીને અલગ અલગ જગ્યાએથી વિવિધ નુસખાઓ અપનાવી ઠગાઈ કરતા જ રહે છે. વડોદરા જિલ્લાના પાદરામાં આ ટોળકી સક્રિય બની છે. બેંક ઓફ બરોડાની શાખામાં રૂપિયા ઉપાડવા ગયેલા એક ગ્રાહકને બે ગઠિયાએ જણાવ્યું હતું કે, બેંકમાંથી આપવામાં આવેલા બંડલોમાં ખોટી નોટો હોય છે. આમ, જણાવી નજર ચૂક કરાવી ઠગાઈ કરી હતી.

કેવી રીતે કરી છેતરપિંડી : બેંક ઓફ બરોડામાં રૂપિયા ઉપાડવા આવેલા એક ગ્રાહકને બે ગઠિયાઓએ બેંકમાંથી આપેલા બંડલોમાં ખોટી નોટો હોવાનું જણાવી તમે ચેક કરી લો અને આ બહાને રૂપિયા એક લાખ લઈને બે ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. જે અંગેની પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પાદરા તાલુકાનાં એકલબારા સૈનાપુરા ખેતરમાં મગનભાઈ ભીખાભાઈ માળી ઉંમર વર્ષ 61 જો પોતાના પરિવાર સાથે રહી ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જેઓનું બેન્ક એકાઉન્ટ ઉમિયા વાડીની સામે આવેલી બેંક ઓફ બરોડામાં હોવાથી તેઓ પૈસા ઉપાડવા આ શાખામાં ગયા હતા. ત્યારે બે ગઠીયાઓએ બેંકે આપેલા ચલણી નોટોના બંડલમાં 500ની નોટો ખોટી હોવાનું જણાવી, નજર ચૂક કરાવી રૂપિયા એક લાખ લઈ રફુચક્કર થઈ ગયા હતા.

ATM કાર્ડની હેરાફેરી કરી છેતરપિંડી કરાઇ : પાદરા તાલુકાના હરણમાળ ગામમાં રહેતા એક નોકરીયાત યુવાન લાલજીભાઈ રવજીભાઈ પઢિયાર જેઓ મુજપુર એકલબારા ગામની વચ્ચે આવેલ ATMમાં પૈસા ઉપાડવા ગયા હતા. તે સમય દરમિયાન અજાણ્યા શખ્સોએ મોઢે રૂમાલ બાંધીને ATMમાં રૂપિયા ઉપાડવા માટે આવી પહોંચ્યા હતા. પરંતુ લાલજીભાઈ પંડ્યાએ પોતાના ATM મારફતે પોતાના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 9000 બે વખત એટલે કે કુલ 18000 રૂપિયા પોતાના ATM કાર્ડ વડે ઉપાડ્યા હતા.

કાર્ડ રહી ગયુંઃ પરંતુ તે સમયે હાજર યુવાનોએ એક ઠગાઈ કરી હતી. ATM માંથી લાલજીભાઈના બહાર નીકળી ગયા બાદ તેઓએ જણાવ્યું હતું કે, કાકા તમારું ATM મશીનમાં રહી ગયું છે. આમ, કહી નજર ચૂક કરાવી ઓરીજનલ ATM તેઓએ પોતાના કબજામાં લઈ લીધું હતું અને બીજું નકલી ATM લાલજીભાઈને પધરાવી દીધું હતું.

ATM દ્વારા લાખો રૂપિયાની કરી ઠગાઈ : લાલજીભાઈ પઢીયાર નામના યુવકનું ATM આ ઠગ ટોળકી દ્વારા હેરાફેરી કરી દેવામાં આવ્યું હતું અને લાલજીભાઈના એકાઉન્ટમાંથી થોડીક જ ક્ષણોમાં 2,54,300 ઉપડી ગયાનો મેસેજ મોબાઇલમાં આવતા લાલજીભાઈ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક પાદરા પોલીસ મથકમાં આવા અજાણ્યા વ્યક્તિઓ સામે તેઓએ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : Ahmedabad Crime: એક કા ડબલની લાલચ આપી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનારો રફૂચક્કર આરોપી ઝડપાયો

પોલીસ તંત્રનો ચક્રો ગતિમાન : છેલ્લા કેટલા સમયથી વડોદરા જિલ્લામાં ઠગ ટોળકી સક્રિય થવાને કારણે વારંવાર બેંક એકાઉન્ટમાં ફ્રોડ થયાના કિસ્સા બહાર આવ્યા છે, ત્યારે પાદરા નગર અને તાલુકામાં પણ આવા કિસ્સાઓ બહાર આવવાથી પાદરા પોલીસ તાત્કાલિક ધોરણે એક્શનમાં આવી ગઈ હતી. લાલજીભાઈની મળેલી ફરિયાદના આધારે તેઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા આ 30 વર્ષીય યુવાન હોવાનું લાલજીભાઈએ જણાવ્યું હતું. જેઓ મોઢે રૂમાલ બાંધી ATMમાં પ્રવેશ્યા હતા. જે વિગતોને આધારે પાદરા પોલીસે નગરના CCTV કેમેરાના ફૂટેજ મેળવી આ ટોળકીને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કરી દીધા છે. ટૂંક સમયમાં જ છેતરપિંડી કરનારા આ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવશે તેવું પાદરા પોલીસ મથકના તપાસ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : Rajkot Crime: આફ્રિકામાં બેઠાબેઠા વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી કરતા બંટી બબલી ઝડપાયાં

પોલીસનું નિવેદન : પાદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ યોગેશભાઈએ જણાવ્યું હતું કે, પાદરા મથક વિસ્તારમાં વારંવાર આવા ઠગાઈ કરવાના બનાવો બનતા રહે છે અને આજરોજ પાદરા નગરમાં રૂપિયા એક લાખ નકલી નોટોના બંડલમાં નકલી નોટો હોવાનું જણાવી ઠગાઈ કરવામાં આવી હતી અને બીજા કિસ્સામાં પાદરા તાલુકામાં ATMની હેરાફેરી કરી ઠગાઈ કરવામાં આવી હતી. આમ કુલ બે કેસ મળી આવ્યા હતા. જેથી પાદરા પોલીસે આ બંને બનાવમાં સામેલ આ ઠગ ટોળકીમાં સામેલ શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.