ETV Bharat / state

વડોદરા શહેર અને જિલ્લામાં ચોરીના 1000થી વધુ ગુના ડિટેકટ કરનારા ASIનું નિધન - Vadodara ASI

વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુનાઓ ડિટેકટ કરવામાં ASI માસ્ટરી ધરાવતા હતા. ASIની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત અરવિંદ થોરાટનું નિધન થતાં પોલીસ બેડામાં ગમગીની છવાઈ ગઈ છે.

ગુજરાતી સમાચાર
ગુજરાતી સમાચાર
author img

By

Published : Sep 21, 2020, 5:19 PM IST

વડોદરા: શહેર પોલીસ તંત્રમાં બજાવેલી ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ત્રણ પોલીસ અધિકારીઓ તથા 1 ASI સહિત 4 લોકોને તાજેતરમાં રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં શહેરના પ્રવર્તમાન જોઈન્ટ પોલીસ કમિશનર કેસરીસિંહ ભાટી, તત્કાલિન એ.સી.પી. અજય ગખ્ખર હાલમાં નિવૃત્ત છે. એ.સી.બી.ના તત્કાલિન મદદનીશ નિયામક પી.આર. ગેહલૌત અને હાલમાં શહેર પોલીસ તંત્રના માળખામાં આસિસ્ટન્ટ સબ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતાં અરવિંદ થોરાટનો સમાવેશ થયો હતો.

Vadodara ASI
Vadodara ASI

ASI અરવિંદ થોરાટે અત્યાર સુધીમાં ચોરી સહિતના અંદાજે 1000 થી વધુ ગુનાઓના ભેદ ઉકલ્યા છે. ગુજરાત બહાર પૂણેના હાઈપ્રોફાઈલ સહાની કિડનેપિંગ એન્ડ મર્ડર કેસ હોય કે પછી મધ્ય પ્રદેશના મોસ્ટ વોન્ટેડ આરોપીને એકલે હાથે ઝડપી પાડ્યાં હતાં.

પોલીસ કંટ્રોલમાં ફરજ બજાવતાં ASIઅરવિંદના થોરાટના પિતા કે.આર. થોરાટ પણ PI હતા.અરવિંદના થોરાટ પોલીસ ડિપાર્ટમેન્ટથી બાળપણથી પ્રભાવિત હતાં. અરવિંદ થોરાટને કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

અરવિંદના થોરાટ સ્વસ્થ થતાં કન્ટ્રોલ રૂમમાં ફરજ પર હાજર થયા હતા. અચાનક તેમની તબિયત લથડતા તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં છેલ્લા બે દિવસની સારવાર લીધા બાદ અરવિંદ થોરાટનું નિધન થતા પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.