ETV Bharat / state

દુષ્કર્મની ઘટનામાં વધારો થતાં વડોદરાના યુવાને સોશિયલ મીડિયામાં જાહેર કર્યો નંબર, મહિલાઓને ઘરે છોડવા કરશે મદદ

સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા પાંચ વર્ષમાં દુષ્કર્મના 144 ગુના નોંધાયા છે. તો વડોદરા ગામમાં 58 ઘટના બની છે, પરંતુ સૌથી વધુ ભોગ સગીરાઓ બની છે. ત્યારે દુષ્કર્મની ઘટનામાં વધારો થતા વડોદરાના યુવાને મહિલાને મદદ કરવા માટે સોશિયલ મીડિયા પર નંબર જાહેર કર્યો છે.

vadodara
વડોદરા
author img

By

Published : Oct 23, 2020, 9:13 AM IST

  • સંસ્કારી નગરી વડોદરામાં દુષ્કર્મની ઘટનામાં સતત વધારો
  • એક યુવાને મહિલાને મદદ કરવા સોશિયલ મીડિયા પર જાહેર કર્યો નંબર
  • મહિલાઓએ સેવાનો લાભ લઇ યુવાનના કાર્યને બિરદાવ્યું

વડોદરા : ઉત્તર પ્રદેશના હાથરસની ઘટનાથી દેશભરમાં ભારે આક્રોશ ફેલાયો છે. ત્યારે નવલખી દુષ્કર્મની ઘટના બાદ તાજેતરમાં જ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પણ બે નરાધમોએ મહિલાને બ્લેકમેલ કરી વારંવાર તેની પર દુષ્કર્મ કર્યા હોવાની ઘટના બની હતી. ત્યારે સંસ્કારી નગરી વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં દુષ્કર્મના 144 ગુના નોંધાયા છે.તો વડોદરા ગામમાં 58 ઘટના બની છે. પરંતુ સૌથી વધુ ભોગ સગીરાઓ બની છે. ત્યારે દુષ્કર્મની ઘટનામાં વધારો થતા વડોદરાના યુવાને મહિલાને મદદ કરવા માટે સોશિયલ મીડિયા પર નંબર જાહેર કર્યો છે.

શહેરમાં 5 વર્ષની અંદર 144 દુષ્કર્મની ઘટના બની

હાલમાં જે પ્રમાણે દેશમાં અને ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં પણ 5 વરસની અંદર 144 દુષ્કર્મની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. અમુક ફરિયાદ પોતાની આબરૂના બીકના માર્યા લોકો પોલીસમાં ફરિયાદ કરતા નથી. જે પોલીસ ચોપડે પણ નોંધાઈ નથી. હાલ અત્યારે જ્યારે નવરાત્રી ચાલી રહી છે. પરંતુ સરકારના આદેશ મુજબ શેરી, ગરબા અને જાહેર સ્થળો પર ગરબાના આયોજન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નવરાત્રિના દિવસોમાં જ આ યુવાને પોતાનું ગ્રુપ બનાવ્યું છે. જેમાં વડોદરાના યુવાન નિલેશ વસાઈકરે નારી ટીમ ગુજરાત કરીને એક ગ્રુપ બનાવ્યું છે. જેમાં સોશિયલ મીડિયાની અંદર પોતાનો નંબર જાહેર કર્યો છે. તેણે અપીલ કરી છે કે, મોડી સાંજ બાદ અથવા ક્યારેય કોઈ બહેનને સ્થળે જવા માટે ડર લાગતો હોય અને તેને કોઈ ભાઈ મદદ કરે તેમ કહી ફોન કરશે તો તેમને છોડવા જશે અને પોતે નહી જાય તો તેમની ટીમને વિશ્વાસ પત્ર લખીને મોકલશે.

દુષ્કર્મની ઘટનામાં વધારો થતાં યુવાને સોશિયલ મીડિયા જાહેર કર્યો નંબર, મહિલાઓને ઘરે છોડવા કરશે મદદ

મહિલાઓએ લીધો આ સેવાનો લાભ લઇ પહેલને આવકારી

જે પ્રમાણે યુવાને એક સેવાભાવીની પહેલ શરૂ કરી છે તેને લઈ મહિલાઓએ આ સેવાનો લાભ લીધો અને આ યુવાનોના કાર્યને પણ બિરદાવ્યું હતું. તેમજ આવી જ રીતે આજના યુવાનો મહિલાઓને મદદ કરે તેવી પણ અપીલ કરી હતી. ખાસ કરીને લગ્નની લાલચ આપીને ભગાડી લઈ જઈ દુષ્કર્મ આચરવાની ઘટનાઓ સૌથી વધુ બને છે. આવી જ રીતે પુખ્ત વયની યુવતીઓ સાથે પ્રેમ સંબંધ બાંધીને બ્લેકમેલ કરીને અથવા લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યુ હોવાની પણ ફરિયાદો નોંધાઇ છે. દુષ્કર્મની ઘટના જે પીડા સાથે બને છે, તેના કાઉન્સેલિંગ માટે મહિલા સુરક્ષા સમિતિના પ્રમુખ શોભનાબેન રાવલ કરતા હોય છે.

શોભનાબેન રાવલે જણાવ્યું હતું કે, હાલના યુગમાં ટીવીના અનુકરણો, સોશિયલ મીડિયા અને જે પ્રમાણે ટેકનોલોજીનો વધારો થઈ રહ્યો છે. ટેકનોલોજીનો સારો ઉપયોગ કરવાને બદલે એના દુરુપયોગ થઈ રહ્યા છે. એના કારણે પણ આવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આવા દુષ્કર્મ કરનાર આરોપીને કડકમાં કડક સજા મળવી જોઇએ. તેમજ આ યુવાનની પહેલને પણ આવકારી હતી.

આ પણ વાંચો : યુપીની વિદ્યાર્થીનીએ મહિલાઓની સુરક્ષા માટે તૈયાર કર્યું 440 વૉલ્ટનું ડિવાઈસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.