ETV Bharat / state

વડોદરા વન સંરક્ષક કચેરીના નિવૃત મદદનીશની ધરપકડ, લાંચ રૂશ્વત વિરોધી શાખાએ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી

વડોદરા જિલ્લાની વનસંરક્ષક કચેરીમાં ફરજ બજાવી ચૂકેલા મદદનીશ સંરક્ષક લાંચ રૂશ્વત વિરોધી વિભાગના સાણસામાં આવ્યા છે. તેઓની ફરજ દરમિયાન તેમની આવક કરતાં 1.12 કરોડની વધુ અપ્રમાણસર મિલક્ત હોવાનું બહાર આવતાં તેમની સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

વડોદરા વન સંરક્ષક કચેરીના નિવૃત મદદનીશની ધરપકડ,  લાંચ રૂશ્વત વિરોધી શાખાએ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી
વડોદરા વન સંરક્ષક કચેરીના નિવૃત મદદનીશની ધરપકડ, લાંચ રૂશ્વત વિરોધી શાખાએ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી
author img

By

Published : Dec 15, 2020, 9:56 AM IST

  • વન વિભાગમાં વકરેલો ભ્રષ્ટાચાર ઉજાગર થયો
  • નિવૃત્ત મદદનીશ વન સંરક્ષકની ધરપકડ
  • વડોદરા વન સંરક્ષક કચેરીમાં ફરજ બજાવી ચૂકેલા મદદનીશ સંરક્ષક એસીબીના સાણસામાં સપડાયા

વડોદરાઃ જિલ્લાની વન સંરક્ષક કચેરીમાં ફરજ બજાવી ચૂકેલા મદદનીશ સંરક્ષક લાંચ રૂશ્વત વિરોધી વિભાગના સાણસામાં આવી ગયા છે. તેઓની ફરજ દરમિયાન તેમની આવક કરતાં 1.12 કરોડની વધુ અપ્રમાણસર મિલક્ત હોવાનું બહાર આવતાં તેમની સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેઓની 2.14 કરોડની દેખીતી આવકની સામે 3.26 કરોડની સ્થાવર અને જંગમ મિલકતો મળી આવી હતી.

વડોદરા વન સંરક્ષક કચેરીના નિવૃત મદદનીશની ધરપકડ,  લાંચ રૂશ્વત વિરોધી શાખાએ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી
વડોદરા વન સંરક્ષક કચેરીના નિવૃત મદદનીશની ધરપકડ, લાંચ રૂશ્વત વિરોધી શાખાએ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી

વડોદરા વન વિભાગના મદદનીશ સંરક્ષકની ધરપકડ

વડોદરા વનવિભાગમાં મદદનીશ સંરક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલા કાસીમ ફાઝલભાઇ રેશમવાલાની અપ્રણાસર મિલક્તો હોવાની વિગતો મળી હતી. જેના આધારે લાંચ રૂશ્વત વિરોધી વિભાગની ટીમ દ્વારા તેની પ્રાથમિક તપાસ દરમિયાન કાસીમ રેશમવાલાની તથા તેમના પરિવાજનોના નામે મિલકતોના દસ્તાવેજી પુરાવા અને બેન્ક ખાતાઓ સહિત વિવિધ અસ્કમાતોની તપાસ કરવામાં આવી હતી. આવકની સરખામણીમાં 55.65 ટકા વધુ રકમ અપ્રમાણસર મિલકત બહાર આવતાં ધરપકડ કરવામાં આવી હતી.

કાસીમ રેશમવાલાની વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો

1 લી એપ્રિલ 2007 થી 29 ફેબ્રુઆરી 216 સુધીના સમયગાળામાં તેમની પાસેથી 3,22,5,350 રોકડ રકમ તેમના વિવિધ બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવી હતી. તેવી જ રીતે 83,74,481 ની સ્થાવર અને જંગમ મિલકતની ખરીદી કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય ખર્ચનો સરેરાશ જોતા તેઓએ રૂપિયા 1,10,20,772 બેન્ક ખાતાઓમાંથી ઉપાડ્યા હતા. તેઓએ ફરજ દરમિયાન કાયદેસરની દેખાતી આવક રૂપિયા 2,14,35,899 ની સામે ખર્ચ અને રોકાણ રૂપિયા 3,26,59,647 કર્યા હતા. આમ રૂપિયા 1,12,23,748 જેટલી વધુ રકમ એટલે કે, તેમની આવકની સરખામણીમાં 55.65 ટકા વધુ રકમ અપ્રમાણસર લેવાનું બહાર આવતાં ACB વડોદરાના પોલીસ ઇસ્પેક્ટર પી.ડી.બારોટે કાસીમ રેશમવાલાની વિરૂદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.