માહિતી પ્રમાણે, વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવતા અજય ભાદુની નિમણુંક રામનાથ કોવિંદના સંયુક્ત સચિવ તરીકે કરવામાં આવી છે. વર્ષ 1999ની બેચના ગુજરાત કેડરના વધુ એક IAS અધિકારી નવી દિલ્હી જઇ રહ્યા છે. ધ એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ ધ કેબિનેટ દ્વારા આ નિમણૂંક કરવામાં આવી છે.
જો કે, હવે આગામી દિવસોમાં અજય ભાદુ દિલ્હી ખાતે દેશના રાષ્ટ્રપતિના સંયુક્ત સચિવ તરીકેનો વિધિવત ચાર્જ સંભાળશે. અજય ભાદુ આગામી દિવસોમાં દિલ્હી જશે તે પહેલા હવે વડોદરા કોર્પેરેશનમાં નવા મ્યુનિસીપલ કમિશ્નર તરીકે કોણ આવશે તે ચર્ચાએ જોર પકડ્યું છે.