ETV Bharat / state

વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે વડોદરા વન વિભાગના RFOની અપીલ

3 માર્ચેના રોજ વન્યજીવોના સંરક્ષણ માટે વિશ્વભરમાં યુનો દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે વડોદરા વન વિભાગના અધિકારીએ નાગરિકોને વન્યજીવો તથા વનોની રક્ષા કરવાની અપીલ કરી હતી.

વડોદરા
વડોદરા
author img

By

Published : Mar 6, 2021, 3:19 PM IST

  • 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી
  • વન વિભાગના અધિકારીએ વન્યજીવો અને જંગલોની રક્ષા કરવાની અપીલ કરી
  • વન્યજીવોથી ગભરાવાની જરૂર નથી તમે શાંત રહેશો તો એ પણ શાંત રહેશે

વડોદરાઃ 3 માર્ચે વન્યજીવોના સંરક્ષણ માટે વિશ્વભરમાં યુનો દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે વડોદરા વન વિભાગના અધિકારીએ નાગરિકોને વન્યજીવો તથા વનની રક્ષા કરવાની અપીલ કરી હતી.

મનુષ્ય દ્વારા સર્જાતા પ્રદૂષણથી વન્યજીવ સૃષ્ટિના અસ્તિવ સામે ખતરા સમાન

વન્યપ્રાણીઓના સંરક્ષણ માટે મનુષ્યએ સહજીવન અપનાવવું જરૂરી બન્યું છે. વડોદરાની આસપાસના વન્ય વિસ્તારમાં વન્ય જીવો અને વનસ્પતિઓમાં ઘણી વિવિધતા જોવા મળે છે. મનુષ્ય દ્વારા સર્જાતા પ્રદૂષણને કારણે સમગ્ર વન્ય જીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે વન વિસ્તાર અને નદી-તળાવોની કફોડી હાલત છતી કરતી વિશ્વામિત્રી નદીમાં પ્લાસ્ટિકના કચરા સાથે મગરોને રહેવાનો વારો આવતી સ્થિતિ સર્જાઈ છે. તેવા સમયે આજે વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે વન

વન્યજીવો તથા વનની રક્ષા કરવા અપીલ

વડોદરા વન વિભાગના RFO નિધિ દવેએ જણાવ્યું હતું કે, 2013 માં યુનાઇટેડ નેશન યુનો દ્વારા 3જી માર્ચે વલ્ડ વાઈલ્ડ લાઈફ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. આ વર્ષની થીમ છે ફોરેસ્ટ ટુ લાઈવલી હુડ પીપલ એન્ડ વાઈલ્ડ લાઈફ માટે જંગલો છે. જે મનુષ્ય જીવન માટે ખુબજ જરૂરી છે. જ્યારથી કોરોના આવ્યો છેલ્લા દોઢ વર્ષથી ત્યારે જોયું કે આપણે આયુર્વેદિક જડીબુટ્ટી કોરોના જેવી મહામારી સામે રક્ષણ આપે છે. જેનાથી આપણે આયુર્વેદ તરફ વળી રહ્યા છે. તો જંગલ વધારે હશે. તો આપણું જીવન વધારે હશે અને જો વન્યજીવ વધારે હશે તો આપણું જીવન વધારે હશે માટે આપણે જે 10 વર્ષ પછી આવનારી પેઢી હશે તેના માટે જે ગ્રીન કવર જે આપણા માટે છે તેના કરતાં બમણું કે તેના કરતાં ત્રણ ચાર ગણું વધારે હોય તેવું આયોજન કરીને આપણે આગળ ચાલવાનું છે. નાગરિકોને અપીલ કરતા RFO નિધિ દવેએ જણાવ્યું કે, તમારી આસપાસ કોઈપણ વન્યજીવ દેખાય કે, તેનાથી ખતરો અનુભવાય તો તરત જ તમે વન વિભાગનો સંપર્ક કરી શકો છો. હેલ્પલાઇન નંબર 18002332636 જે 24 કલાક કાર્યરત હોય છે. ખાસ કરીને સાપ વધુ ઘરોમાં આવી જતા હોય છે માટે તેનાથી ગભરાવાની જરૂર નથી તમે શાંત રહેશો તો તે પણ શાંત રહેશે પોતાનાથી મોટું કોઈપણ જીવ જ્યારે તેની સામે જુવે છે. તો એ એના સ્વબચાવ માટે આપણી ઉપર હુમલો કરે છે માટે જો આપણે શાંત રહીશું તો તે આપણને કશું નહીં કરે તો વન્ય જીવ બચાવવા માટે વન વિભાગને સાથ સહકાર આપો જેથી વન્યજીવોને બચાવી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.