ETV Bharat / state

સયાજી હોસ્પિટલમાં કોવિડ વોર્ડ પાછળ ખૂલ્લેઆમ PPE કિટ ફેંકી દેવાઈ

એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે તો બીજી તરફ વડોદરાની સયાજી હોસ્પિટલમાં જ ગંદકી જોવા મળી રહી છે. સયાજી હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં કોવિડ વોર્ડની પાછળ પીપીઈ કિટ, મેડિકલ વેસ્ટ અને દારૂની ખાલી બોટલો રઝળતી હાલતમાં મળી આવ્યા છે. હવે એક સામાજિક કાર્યકર્તાએ આનો વિરોધ કર્યો છે.

સયાજી હોસ્પિટલમાં કોવિડ વોર્ડ પાછળ ખૂલ્લેઆમ PPE કિટ ફેંકી દેવાઈ
સયાજી હોસ્પિટલમાં કોવિડ વોર્ડ પાછળ ખૂલ્લેઆમ PPE કિટ ફેંકી દેવાઈ
author img

By

Published : Apr 22, 2021, 5:40 PM IST

  • વડોદરાની સયાજી હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી
  • કોવિડ વોર્ડ પાછળ પીપીઈ કીટ, મેડિકલ વેસ્ટ રઝળતી હાલતમાં ફેંકી દેવાઈ
  • સારવાર માટે આવતા અન્ય લોકોમાં કોરોનાનો ચેપ લાગવાનો ભય ફેલાયો

વડોદરાઃ શહેરમાં કોરોનાના વધતા જતા કહેર વચ્ચે લોકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે. એક તરફ કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે તંત્ર દ્વારા વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ SSG હોસ્પિટલની વધુ એક બેદરકારી સપાટી પર આવવા પામી હતી. કોવિડ વોર્ડની પાછળ દર્દીઓના સ્વજનો માટે બનવવામાં આવેલા આશ્રયસ્થાન બહાર રઝળતી હાલતમાં પીપીઈ કિટ, મેડિકલ વેસ્ટ સાહિત ખાલી દારૂની બોટલ જાહેરમાં જોવા મળતા ચકચાર મચી હતી.

સારવાર માટે આવતા અન્ય લોકોમાં કોરોનાનો ચેપ લાગવાનો ભય ફેલાયો

આ પણ વાંચોઃ રાજકોટ સિવિલની વધુ એક બેદરકારી, જીવતા દર્દીના પરિવારને ફોન કરીને મૃત જાહેર કર્યા

દારૂની ખાલી બોટલ અને બિયરનું ટીન પણ કોવિડ વોર્ડ પાછળથી મળી આવ્યું

વડોદરામાં દિવસેને દિવસે કોરોના સંક્રમિત દર્દીઓના આંક વધવાની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. મધ્યગુજરાતની સૌથી મોટી વડોદરાની SSG હોસ્પિટલમાં દીવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે. કોવિડ વોર્ડ દર્દીઓથી હાઉસફુલ બન્યો છે ત્યારે કોવિડ વોર્ડ પાછળ રઝળતી હાલતમાં પીપીઈ કીટ, મેડિકલ વેસ્ટ સાથે બિયરના ટીન, દારૂની ખાલી બોટલ પણ ફેંકી દેવામાં આવી હતી, જેના કારણે વધુ એક વખત SSG હોસ્પિટલનું તંત્ર વધુ એક વખત એની નિષ્કાળજીને કારણે વિવાદમાં સપડાયું હતું.

આ પણ વાંચોઃ હિંમતનગર સ્મશાનગૃહમાં મૃતકોના PPE કીટ અને માસ્ક આડેધડ ફેંકાયેલી હાલતમાં મળ્યા

હોસ્પિટલ સામે કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું

આ અંગે સામાજિક કાર્યકર્તા કમલેશ પરમારે તંત્ર સામે નારાજગી દર્શાવતા જણાવ્યું હતું કે, કોવિડ વોર્ડ પાછળ દર્દીઓના પરિવારજનો માટે પતરાનો શેડ ઉભો કરી આશ્રયસ્થાન બનાવવામાં આવ્યું છે, જેની બહાર જ કોવિડ વોર્ડમાંથી પીપીઈ કીટ, મેડિકલ વેસ્ટ ફેંકી દેવામાં આવ્યો છે. આથી દર્દીઓના પરિવારજનોને કોરોનાનો ચેપ લાગવાનો ભય વ્યાપ્યો છે. અહીં બિયરના ટીન અને દારૂની ખાલી બોટલો પડેલી છે તો દારૂ આવ્યો ક્યાંથી આવ્યો. મહત્વની બાબત તો એ છે કે પીપીઈ કીટ મેડિકલ વેસ્ટ સાથે આખેઆખા ભોજનના ફૂડ પેકેટસો પણ ફેંકી દેવામાં આવતા ભોજનનો બગાડ પણ થઈ રહ્યો છે. એક તરફ કોવિડ ગાઈડલાઈનના ભંગ બદલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.તો અહીં જ્યારે રઝળતી હાલતમાં પીપીઈ કીટ,મેડિકલ વેસ્ટ ફેંકી દેનાર સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.