વધુમાં જણાવીએ તો, અનિષાને કોમ્પ્યુટરના ક્ષેત્રમાં વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવાની ઝંખના હતી. તેનો અમેરિકાના કેલીફોર્નિયા રાજ્યની સેન જોસ સ્ટેટ નિવર્સિટીમાં તેનો પ્રવેશ પણ નિશ્ચિત થઇ ગયો છે. આ અગત્યના સમયે જ રાજ્ય સરકારના વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો તેમજ આર્થિક પછાત વર્ગોના વિદ્યાર્થીઓને મળવાપાત્ર વિદેશ અભ્યાસ લોન યોજનાએ તેની વિદેશમાં શિક્ષણ મેળવવાની ઝંખના સાકાર કરવાનો માર્ગ વધુ મોકળો કર્યો.
વિદેશ અભ્યાસ માટે વિવિધ બેંકો ધિરાણ આપે છે. પરંતુ તેનો વ્યાજ દર ઘણો જ ઉંચો છે. પ્રથમ હપ્તો ચૂકવાય તે સાથે જ વ્યાજ વધારો થવા લાગે છે. વિદેશમાં ભણવા માટેની રાજ્ય સરકારની ધિરાણ યોજના 4 ટકા જેવા નજીવા વ્યાજના દરે ધિરાણ આપે છે. વિદેશમાં અભ્યાસને સરળ અને સુગમ બનાવે છે. બેન્ક ધિરાણની સરખામણીમાં આ વિકલ્પ ખૂબ જ સરળ છે.