વડોદરા : ઓલ ઈન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન વડોદરાના પ્રમુખ ભારતીબેન પરમારની આગેવાનીમાં વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તાર સ્થિત કડકબજાર ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ઉપલક્ષમાં દેખાવોનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. મહિલાઓને સન્માન તેમજ સુરક્ષા પુરી પાડવામાં આવે, શાળા, સ્કૂલ કોલેજો સહિત કામકાજના સ્થળે જાતિય સતામણી વિરોધી સમિતિની રચના કરવામાં આવે તેમજ દારૂબંધીનો કડક અમલ કરવામાં જેવી માંગણીઓ મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી.