ETV Bharat / state

વડોદરાના માંજલપુરમાં હિટ એન્ડ રન કેસ, ઘટના સ્થળેથી લારી-ગલ્લાઓ હટાવી દેતા સ્થાનિકોમાં રોષ - Hit and run case

વડોદરામાં શનિવારે માંજલપુર વિસ્તારમાં હિટ અને રનનો કેસ (Hit And Run Case) બનતા દેવુલ ફુલબાજે નામના નબીરાએ પુર ઝડપે જીપ હંકારી મોપેડ ધારક યુવતીને અડફેટે લીધી હતી. ત્યારબાદ પોલીસે અકસ્માતથી દૂર આવેલ દરબાર ચોકડી પાસેના 25 જેટલા ગલ્લાએ યુવકો બેસી રહેતા હોવાના નામે હટાવી લીધા હતા.

લારી-ગલ્લાઓ હટાવી દેતા સ્થાનિકોમાં રોષ
લારી-ગલ્લાઓ હટાવી દેતા સ્થાનિકોમાં રોષ
author img

By

Published : Jul 7, 2021, 10:41 AM IST

  • વડોદરા માંજલપુર હિટ એન્ડ રનનો કેસ
  • પોલીસે લારી-ગલ્લાઓ હટાવીને ગરીબો પાસેથી રોજગારી છીનવી
  • લારી-ગલ્લાઓ હટાવી દેતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો

વડોદરા : માંજલપુર વિસ્તારમાં શનિવારની સાંજે દેવુલ ફુલબાજે નામના નબીરાએ પુર ઝડપે જીપ હંકારી મોપેડ ધારક યુવતીને અડફેટે લીધી હતી. જેમાં એક્ટિવા પર સવાર 7 વર્ષીય કવિષ પટેલનું મોત થયું હતું. જેમાં પોલીસે પાડાના વાંકે પખાલીને ડામ આપતી હોય તેમ અકસ્માતથી દૂર આવેલ દરબાર ચોકડી પાસેના 25 જેટલા ગલ્લાએ યુવકો બેસી રહેતા હોવાના નામે હટાવી લીધા હતા.

લારી-ગલ્લાઓ હટાવી દેતા સ્થાનિકોમાં રોષ

આ પણ વાંચો : વડોદરામાં હિટ એન્ડ રન કેસના આરોપીએ સરેન્ડર કર્યું

રોજગાર કરવા નહિ દેવાય તો ઉગ્ર આંદોલન થશે

કારમી મોંઘવારીમાં રોજગારી ગુમાવી બઠેલા લોકોએ રોષ પ્રકટ કર્યો હતો. તેમનું કહેવું છે કે, જો તેમને લારી ગલ્લા પાછા આપવામાં નહિ આવે અને રોજગાર કરવા નહિ દેવાય તો ઉગ્ર આંદોલન થશે. સ્થાનિક યુવકોમાં પોલીસની કામગીરીને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.