ETV Bharat / state

Gujarat rain news: વરસાદ બાદ વડોદરાના રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

વડોદરા શહેરમાં ચોમાસાનો પ્રથમ વરસાદ તોફાની રહ્યો. જ્યારે પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ શહેરના તાંદલજા ગામ તરફ જતા મુખ્ય માર્ગ પર પ્રિમોનસૂન(pre monsoon) કામગિરીના ભાગરુપે ડ્રેનેજ લાઈનની કામગીરી બાદ પુરાણ નહીં કરવામાં આવતા. ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય વ્યાપતા વાહનચાલકો, રાહદારીઓ તેમજ સ્થાનિક રહિશોમાં તંત્ર સામે નારાજગી ફેલાઈ છે.

માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

author img

By

Published : Jun 18, 2021, 5:27 PM IST

  • પ્રથમ વરસાદે પાલિકા તંત્રની પ્રિમોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ
  • તાંદલજા ગામ તરફ જતો સમગ્ર માર્ગ ખાડાઓમાં ફેરવાયો
  • ડ્રેનેજની કામગીરી કર્યા બાદ યોગ્ય કામગીરીના અભાવે ગંદકીનો માહોલ

વડોદરા (Rain update) : શહેર અને જીલ્લામાં ચોમાસાની ઋતુનો શરૂ થતાં કહેવાતી અને કાગળ પરની સ્માર્ટસીટીની ગુલબાંગો ફૂંકતા વડોદરા મહાનગરપાલિકા તંત્રની પ્રિમોન્સૂન કામગીરી(pre monsoon)ના દાવા ખોટા પુરવાર થવા પામ્યા છે. પ્રથમ વરસાદમાં જ વડોદરા મહાનગરપાલિકા (Vadodara municipal corporation)ની પોલ ખોલી હતી. વરસાદ શરૂ થાય તે પૂર્વે પ્રિમોન્સૂન(pre monsoon)ની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે.પરંતુ વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં અધૂરી કામગીરીના કારણે લોકો હેરાન થઈ રહ્યાં છે. શહેરના રાજવી ટાવરથી તાંદલજા ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર ડ્રેનેજ લાઈનની કામગીરી અંતર્ગત ઠેરઠેર ખાડા ખોદવામાં આવ્યા હતા. જે બાદ યોગ્ય પુરાણ નહીં થતા સમગ્ર રસ્તો ખાડામાં ફેરવાઈ ગયો છે. વરસાદી પાણી ભરાતા માર્ગ પર પડેલા ખાડા નજરે નહીં પડતા અકસ્માતની ઘટના બને તે પહેલાં સ્થાનિકો દ્વારા ખાડાઓને કોર્ડન કરવાની ફરજ પડી છે. જ્યારે પસાર થતા વાહનચાલકો,રાહદારીઓમાં અકસ્માત સર્જાવાનો ભય ફેલાયો છે.

સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો મ્યુનિ.કમિશ્નર કચેરીનો ઘેરાવો કરવાની ચિમકી

દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકા તંત્ર(Vadodara municipal corporation)ની પ્રિમોન્સૂનની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે તાંદલજા વિસ્તારના સ્થાનિકો જણાવ્યું હતું કે તાંદલજા ગામ અને રાજવી ટાવરને જોડતા મુખ્ય માર્ગ પર રોડ પર ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવી હતી પણ પુરાણ કરીને રોડ યોગ્ય કરવામાં આવ્યો ન હતો. જેના કારણે ઠેરઠેર માર્ગ પર ખાડા પડી ગયા છે અને રસ્તા પર પાણી ભરાઇ જા વાહનો પણ પસાર થઈ શકતા નથી. રાહદારીઓને પણ ખૂબ જ તકલીફ વેઠવી પડી રહી છે. આ બાબતે રજૂઆત કરી છે છતાં પણ કોઈ યોગ્ય કામગીરી જે પ્રકારે થવી જોઈએ તે થઈ નથી. કામના જે ધારાધોરણો છે. તે મુજબ કામ થવું જોઈએ એવી કોઈ કામગીરી થઈ નથી. રજૂઆત સાંભળવામાં આવી નથી. આગામી દિવસોમાં જો કામગીરી નહીં કરવામાં આવે તો મ્યુનિસિપલ કમિશ્નર કચેરીનો ઘેરાવો કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.