વડોદરા કરજણ નેશનલ હાઈવે (Karajan National Highway) ઉપર નગરમાં પ્રવેશ કરતા આ બનાવ બન્યો હતો. દિવાળીના તહેવારને અનુલક્ષીનેનાના ફોફળીયાના જીતેન્દ્ર મગન પટેલ પોતાની કાર લઇને કરજણ ખરીદી કરવા ગયા હતા. ત્યારે નેશનલ હાઇવેથી કરજણ નગરમાં પ્રવેશદ્વાર પાસે જીતેન્દ્રએ પોતાની ઇકો કારને ઉભી રાખી હતી. તે સમયે એકાએક કાળ સમાન ટ્રકે આ ઇકો ગાડીને ધડાકાભેર ટક્કર મારતાં ભારે નુક્સાન થયું હતું.
જુનો ઓવરબ્રિજ બંધ હાલ દિવાળીના તહેવારને અનુલક્ષીને જુનો ઓવરબ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારને અનુલક્ષીને નેશનલ હાઇવે ઉપર ભારત કોટન જીન પાસે અકસ્માત ઝોનવાળું ક્રોસિંગ (Accident Zoned Crossing) એક સપ્તાહ માટે પ્રશાસન દ્રારા બંધ કરવામાં આવ્યું છે. જેના પગલે અકસ્માત સર્જાતા બંધ થાય. પરંતુ આમ છતા એક સદનસીબે જાનહાની ટળી છે.
સદનસીબે જાનહાની ટળી કારને પાછળના ભાગેથી ટ્રક ચાલકે ટક્કર મારી હતી. ઇકો ગાડીમાં સવાર માતા અને પુત્રને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જ્યારે કારમાં સવાર અન્ય ઈસમોને સામન્ય ઇજાઓ થવા પામી હતી. જ્યારે આગળનો ભાગ ઇકો કારમાં ઘુસી જતા આગળ અને પાછળ બંને બાજુ નુકશાન થવા પામ્યું હતું. સદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી. જ્યારે પોલીસે કારચાલક જીતેન્દ્ર પટેલની ફરિયાદના આધારે આ ટ્રકના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરેલ છે.