વડોદરા: જમ્મુ કાશ્મીરમાં આર્મી ટ્રકનો અકસ્માત થતાં બોડેલી તાલુકાના અલ્હાદપુરા ગામના જવાનનું ગંભીર રીતે ઘાયલ થયા બાદ મૃત્યુ નિપજ્યું છે. આજે જવાનનો મૃતદેહ વડોદરા એરપોર્ટમાં આવી પહોંચ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં લોકો અને સૈન્ય જવાનો હાજર રહ્યા હતા. જ્યાં જવાનના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર (Guard of Honor terrestrial body)આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ટ્રક દેહને લઇ તેના વતન જવા રવાના થઈ છે.
આ પણ વાંચો: Attack in Jammu and Kashmir: ગ્રેનેડ હુમલામાં એક નાગરિકનું મોત, 21 ઘાયલ
છેલ્લા 21 વર્ષથી દેશ સેવા કરી રહ્યા હતા - બોડેલી તાલુકા અલ્હાદપુરા ગામના બારીયા તુલસી રયજી ભારતી આર્મી ભરતી થઇ છેલ્લા 21 વર્ષથી દેશ સેવા કરી(Served the country for 21 years) રહ્યા હતા. તુલસીભાઇને પરિવારમાં બે બાળકો છે. જેમાં એક 12 વર્ષની પુત્રી અને બીજો 10 વર્ષનો પુત્ર છે. તુલસીભાઇના માતાપિતા ખેતી કરે છે. હાલ દોઢ મહિનાની રજામાં તેઓ ઘરે રોકાયા હતા. 5 માર્ચના રોજ તુલસીભાઇ પોતાની ફરજ પર પરત ગયા હતા.
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા આર્મી જવાનના સિક્યુરિટી ગાર્ડ પિતાને સુરત પોલીસે ઢોર માર મારતા મોત
તુલસીભાઇના શહીદ થયા, વતન અલ્હાદપુરામાં ગમગની ફેલાઈ - તુલસીભાઇ જમ્મુ કાશ્મીરના કુપવાળામાં આર્મી ટ્રકમાં એક જગ્યાથી બીજી જગ્યાએ જઇ રહ્યા હતા. દરમિયાન રસ્તામાં ટ્રકને અકસ્માત થતાં તુલસીભાઈને ગંભીર ઇજા પહોંચી હતી. તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રથમ કુપવાળા અને ત્યાર બાદ તેઓને શ્રીનગર રીફર કરવામાં આવ્યા હતા. ગુરુવાર રાતે તુલસીભાઇના પરિવારને જાણ કરતા તુલસીભાઇના પત્ની ગીતાબેન અને તેઓના ભાઈ કિરણભાઈ તાત્કાલિક શ્રીનગર પહોંચી ગયા હતા. ગત રોજ સવારે તેઓ શહીદ થયા હોવાનો સંદેશો આવ્યો હતો. જેને પગલે તુલસીભાઇના વતન અલ્હાદપુરામાં ગમગની ફેલાઈ હતી. આજરોજ જવાનનો દેહ વડોદરા એરપોર્ટમાં આવી પહોંચ્યો હતો. જ્યાં સૈનિકો દ્વારા જવાનનો ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ત્યારબાદ જવાનના દેહને લઇને ટ્રક તેના વતન અલ્હાદપુરા જવા રવાના થયો હતો.