ETV Bharat / state

Tragic accident: ડભોઈના માંડવા ગામ નજીક બે કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત - બે કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત

વડોદરાના ડભોઈ નજીક આજે સવારના સમયે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ડભોઇના માંડવા ગામ નજીક બે કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 17 મુસાફરોને ઇજા પહોંચી હતી. બનાવના પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને રાહત તેમજ બચાવ કામગીરી શરૂ કરી હતી.

accident between two cars and a private luxury bus

author img

By

Published : Jan 15, 2023, 5:23 PM IST

ડભોઇ–માંડવા ગામ પાસે ત્રિપલ અકસ્માત

વડોદરા: આજરોજ વહેલી સવારે પાદરાના ઘાયજ ગામના પરિવારજનો લક્ઝરી બસ મારફતે વિધિ વિધાન માટે ચાંદોદ યાત્રાધામ ખાતે આવતા હતા તે સમય દરમિયાન અચાનક આ માંડવા ગામ પાસે બે ઇકો કાર અને લક્ઝરી બસ વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 20 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. વડોદરાના ડભોઈના માંડવા ગામ નજીક બે કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં 17થી વધુ લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

બે કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત

અકસ્માતમાં 20 થી વધારે લોકો થયા ઇજાગ્રસ્ત: બે ઇકો ગાડી અને લક્ઝરી વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાતા 20 જેટલા લોકો ગંભીર રીતે ઈજા પામ્યા હતા. જેમાં ત્રણ જેટલા બાળકોનો પણ સમાવેશ થયો હતો. આ સમગ્ર ઘટના બનતા જ તંત્ર પણ તાત્કાલિક સ્થળે દોડી બચાવ કામગીરી આરંભી હતી. આસપાસના રહીશો તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી 108 ને પણ કોલ કર્યો હતો. બનાવના પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને રાહત તેમજ બચાવ કામગીરી શરૂ કરી હતી.ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

આ પણ વાંચો Makar sankranti 2023: રાજ્યની ઈમરજન્સી સેવા 108 માં કુલ 3744 કેસ નોંધાયા

ઘટનાને લઈને જિલ્લા કલેકટર બચાવ કામગીરીમાં જોડાયા: આજે વહેલી સવારે માંડવા ગામ પાસે આ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં 20 થી પણ વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે ઘટનાની જાણ જિલ્લા કલેકટર એ.બી.ગોરને થતા તેઓ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી બચાવ કામગીરીના આરંભી હતી. અને આરોગ્ય વિભાગના તંત્રને સૂચનાઓ આપી દેવામાં આવી હતી. સમગ્ર ઈજાગ્રસ્તોને મોટા ફોફળિયા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો Passenger plane crashes: નેપાળમાં મોટી વિમાન દુર્ઘટના, ATR-72 પેસેન્જર પ્લેન પોખરા પાસે ક્રેશ

108 સમયે ન આવતા ખાનગી વાહનોનો લેવાયો સહારો: સમગ્ર ઘટના બનતા આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 ને કોલ પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં બીજા ગ્રસ્ત લોકો રોડ ઉપર બેસી ગયા હતા. પરંતુ ઈજાગ્રસ્તો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ 108 દોઢ કલાક સુધી ઘટના સ્થળે આવી ન હતી અને ઈજાગ્રસ્તો એ સ્થાનિક વાહનોનો સહારો લઈ સારવાર અર્થે મોટા ફોફળિયા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.