વડોદરા શહેર નજીક આજવા સરોવર નજીક આવેલા નિમેટા ફિલ્ટરેશન પ્લાન્ટ નં.૩ ખાતે બે યુનિટની સફાઈ, ફિલ્ટર બેડ અને વાલ્વના મેઈન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી ગાજરાવાડી, નાલંદા, બાપોદ, માંજલપુર, કપુરાઈ, તરસાલી, જીઆઈડીસી અને મકરપુરા બુસ્ટર હેઠળના વિસ્તારોમાં તેમજ સોમાતળાવ બુસ્ટર હેઠળના વિસ્તારોમાં મંગળવારે સાંજનું પાણી નહીં મળે.
તેમજ તા.૧મેને બુધવારના રોજ સવારે જામ્બુવા, માંજલપુર, જીઆઈડીસી, કપુરાઈ, નાલંદા, ગાજરાવાડી, તરસાલી, બાપોદ, મકરપુરા, ગામનું બુસ્ટર અને દંતેશ્વર બુસ્ટર પરથી પાણી નહી મળે અને સાંજે લો પ્રેશરથી થોડું પાણી મળશે. જયારે સયાજીપુરા, આજવારોડ, પાણીગેટ ટાંકી હેઠળના વિસ્તારોમાં તા.૩૦મીમે મંળવારના રોજ સાંજે તા.૧મે ને બુધવારના રોજ સવારે લો પ્રેશરથી અને ઓછું પાણી મળશે.
શહેરના માંજલપુર, આજવારોડ, વાઘોડિયા રોડ, ગાજરાવાડી, બાપોદ, કપુરાઈ, તરસાલી, જીઆઈડીસી, મકરપુરા, સોમા તળાવ, જામ્બુવા, દંતેશ્વર, પાણીગેટ, સયાજીપુરા, વગેરે વિસ્તારોને પાણી નહીં મળે.