- ગુજરાતભરના સસ્તા આનજ દુકાન સંચાલકોની એક દિવસીય હડતાળ
- ગુજરાતમાં 17000 સસ્તી અનાજની દુકાનો કાર્યરત
- વડોદરામાં 350 ઉપરાંત સસ્તા આનજ ની દુકાન, લાભાર્થીઓ સુધી અનાજનો લાભ પહોંચાડે છે
- ઘણાં સમયથી આંદોલન બાદ પણ પ્રશ્નોનો ઉકેલ ન આવતાં બંધ પાળી વિરોધ
- લાભાર્થીઓ આજે અનાજ વિતરણ નહીં થાય
વડોદરાઃ ગુજરાતભરના સસ્તા અનાજની દુકાન સંચાલકોની એક દિવસીય હડતાળ પર છે. ગુજરાતમાં કુલ 17 હજાર સસ્તા અનાજની દુકાનો કાર્યરત છે. જેમાંથી વડોદરામાં 350 થી વધુ અનાજની દુકાનો લાભાર્થીઓ સુધી લાભ પહોંચાડે છે, ત્યારે પોતાની પડતર માંગણીઓને લઇ હડતાળ પર ઉતર્યા છે. FSSAI લાયસન્સનું રજિસ્ટ્રેશન ફરજીયાતના નિયમનો સસ્તા અનાજ દુકાન ધારકો વિરોધ કરી રહ્યા છે.
5 હાજરના જામીન 75 હાજરના જમીન આપવાની બાબત નો પણ વિરોધ
ગેરરીતિમાં દુકાનધારકો પકડાય તો બજાર ભાવની બમણી કિંમતના દંડનો સસ્તા અનાજ દુકાન ધારકોનો વિરોધ છે. સસ્તા અનાજ દુકાન ધારક અને અન્ય 3 વ્યક્તિને કોરોનામાં મૃત્યુ થતાં વીમા રાશિ આપવામાં વિલંબનો સસ્તા અનાજ દુકાન ધારકો વિરોધ કરી રહ્યા છે અને જો માંગણી નહીં સ્વીકારાય તો અગામી 1 ફ્રેબુવારીથી અચોક્કસ મુદતની હડતાળ કરશે.
પડતર માંગણીઓને લઇને સરકારી સસ્તા અનાજની દુકાનો એક દિવસ હડતાળ પર
ગુજરાતભરના સસ્તી અનાજ દુકાન ચલાવતા સંચાલકો છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્નોને લઇ સરકાર સામે આંદોલન કરી રહ્યા છે, પરંતુ તે પ્રશ્નોનો ઉકેલ ન આવતા આજે ગુજરાતભરના 17,000 થી અનાજ દુકાન ચલાવતા સંચાલકો એક દિવસીય હડતાળ પર ઉતર્યા હતા અને દુકાન બંધ રાખી સરકાર વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો. આ એક દિવસીય બાદમાં વડોદરા શહેરની સાડા ત્રણસો ઉપરાંત સસ્તી અનાજની દુકાનના સંચાલકો જોડાયા હતા.
લાભાર્થીઓ આજે અનાજ વિતરણ નહીં થાય
કોરોના મહામારી સમયે સસ્તા અનાજની દુકાનોમાં ગરીબ વર્ગના લોકોને અનાજ વિનામુલ્યે યોજના સરકાર દ્વારા કરવામાં આવી હાતી. કોરોના સંક્રમણના કારણે ગુજરાતભરમાં 50 થી 60 જેટલા દુકાનદારો કોરોના કારણે મૃત્યુ પામ્યા હતા. સરકાર દ્વારા અમે દુકાનદારોને 25 લાખ આપવા વાત કરી હતી. જેને લઇ પરિવર્તનોને રૂપિયા મેળવવા સરકારી બાબુઓ પેપરના નામે જે ધક્કો ખાવાનો વારો આવ્યો છે.
ઘણાં સમયથી આંદોલન બાદ પણ પ્રશ્નોનો ઉકેલ ન આવતાં બંધ પાળી વિરોધ
કરજણ મીયાગામના સસ્તા અનાજ દુકાનદાર શાહ કિરીટકુમાર ઉંમર 65 વર્ષના ખાનગી હોસ્પિટલમાં કોરોના કારણે મૃત્યુ પામ્યા હતા. હવે તેમના પુત્ર મયુર બાબુલાલ શાહ 25 લાખ રૂપિયા સરકાર દ્વારા આદેશ કરેલા પડતર માંગણીને લઇને વડોદરા કલેકટર ઓફિસ છેલ્લા ચાર મહિનાથી ધક્કા ખાઇ રહ્યા છે. પુત્ર બાબુલાલ શાહનું કહેવું છે કે, બધા જ પેપર 10મી એ કલેકટર ઓફિસ કરજણથી ડભોઇ સબમીટ કરાવી છે તે બાદ પણ મને આજ સુધી કોઈ જવાબ સરકારી કર્મચારી દ્વારા આપવામાં આવ્યું નથી.