વડોદરા: પશ્ચિમ આફ્રિકામાં છેલ્લા 90 દિવસથી વડોદરા શહેરનો યુવાન એન્જિનિયર ફસાયેલો(Young engineer trapped) છે. ઇક્વિટેરિયલ જીનીયા(Afirca Equitorial Genia) નામના દેશમાં છેલ્લા 90 દિવસથી 26 લોકો ફસાયા છે. જેમાંથી એક શીપના ક્રૂ મેમ્બર્સ(Crew members of the ship) સહિત 26 વ્યક્તિઓમાં 16 ભારતીય છે.
ગિનીમાં ફસાયો ગુજરાતમાં યુવાન: વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારની સુવર્ણપુરી સોસાયટીમાં રહેતો હર્ષવધન શૌચ આફ્રિકાના ઇક્વિટેરિયલ ગિની ખાતે ગયો હતો. ઇક્વિટેરિયલ જીનીયા નામના દેશમાં છેલ્લા ત્રણ મહિનાથી ફસાયેલા એક શીપના ક્રૂ મેમ્બર્સ સહિત 26 વ્યક્તિઓમાં 16 ભારતીય છે. આ 16માંથી એક વડોદરાની વ્યક્તિ છે. વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટે યુવાનને મુક્ત કરવા માટે વિદેશ મંત્રાલયને જાણ કરી છે. આ સાથે યુવાનની પત્નીએ પણ સરકારને પત્ર લખીને ઝડપી પગલાં લેવા માટે વિનંતી કરી છે. પાડોશી દેશ નાઇઝરિયાની નેવીએ ઇક્વિટેરિયલ જીનીયામાં ફસાયેલા લોકોની હવે ડિમાન્ડ કરતાં ફસાયેલાઓના પરિવારજનો ચિતિંત બન્યા છે.
મદદ માટે સરકારને ગુહાર: પરિવારજનોએ ભારત સરકારને વિનંતી કરી છે કે ભારતીયોને ઇક્વિટેરિયલ જીનીયાથી જ રેસ્ક્યુ કરવામાં આવે. વડોદરાના પરિવાર દ્વારા સાંસદ રંજનબેન ભટ્ટને આ મામલે રજૂઆત કરતાં સાંસદે વિદેશ મંત્રાલયને પત્ર લખીને યુવાનને પરત લાવવા માંગ કરી હતી. માહિતી મળી રહી છે કે, આ ફસાયેલા લોકોમાંથી અનેક બીમાર પડી ગયા છે અને તેમને હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે. આ અંગે 16 ક્રુ મેમ્બરમાં કેપ્ટન તનોજ મહેતાએ જણાવ્યું કે આ રીતે અમને બંધક બનાવવામાં આવ્યા છે અને અહીં થી ક્યાંય જઇ શકાય તેમ નથી. ભારત સરકારને અપીલ છે કે અમને જલ્દીથી જલ્દી મદદ કરે અહીં ખાવાની કે પાણી ની પણ વ્યવસ્થા નથી અને સરકાર મદદ કરે તેવી અપીલ કરી રહ્યા છે. સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યુ હતુ કે, વડોદરાના હર્ષવર્ધન શૌચે ઇક્વિટેરિયલ જીનીયમાં છેલ્લા 3 મહિનાથી ફસાયેલા છે. તેમની સાથે કુલ 16 ભારતીય, આઠ જેટલા શ્રીલંકન મળી કુલ 26 વ્યક્તિઓ સાથે શીપને ઇક્વિટેરિયલ જીનીયા ખાતે અટકાવવામાં આવી છે.