ETV Bharat / state

વડોદરાની વિશ્વામિત્રી નદી પર ઝુલતો પુલ, તંત્રના આંખા આડા કાન

મોરબીમાં ઝુલતા પુલ (Morbi Suspension Bridge incident) પર બનેલી ઘટનાએ લોકોના હૈયા હચમચી ગયા હતા. પરંતુ હજુ પણ તંત્રને જાણે આંખના ખુલી હોય તેવું જોવા મળી રહ્યું છે. કેમકે વડોદરામાં બે ઝુલતા પુલ આવેલા છે. પણ આ પુલ સરકારને નહી પરંતુ લોકોએ જાતે બનાવેલા છે. આ પુલ જ્યારે પણ વિશ્વામિત્રીમાં (Vadodara Vishwamitri River) પાણી આવે ત્યારે પાણીમાં ગરકાવ થઇ જાય છે. અને કૃષ્ણનગરમાં આવેલા 30 જેટલા ઘર સંપર્ક વિહોણા થઇ જાય છે. આ અંગે સ્થાનિકોએ અનેક વખત તંત્રને વાત કરી છે. પરંતુ તંત્રના આંખા આડા કાન હોવાને કારણે લોકોને જાતે જ પુલ બનાવવાની ફરજ પડી હતી.

વડોદરાની વિશ્વામિત્રી નદી પર ઝુલતો પુલ, તંત્રના આંખા આડા કાન
વડોદરાની વિશ્વામિત્રી નદી પર ઝુલતો પુલ, તંત્રના આંખા આડા કાન
author img

By

Published : Nov 1, 2022, 6:30 PM IST

વડોદરા મોરબી ઝુલતા પુલની ઘટનાએ રાજ્ય સહિત સમગ્ર દેશને ચોંકાવી દીધા છે. આ ઘટનાથી રાજ્યમાં અનેક જગ્યાએ આવેલા પુલની ચર્ચાઓ પણ શરૂ થઇ છે. ત્યારે વડોદરામાં બે ઝુલતા પુલ આવેલા છે. જેમાં એક ઝુલતો પુલ એવો છે કે જે નથી પાલિકાએ કે પછી નથી સરકારે બનાવેલો પરંતુ નાગરિકોએ સ્વેચ્છાએ આ પુલ બનાવ્યો છે. અને તે પણ વિશ્વામિત્રી નદીની (Vadodara Vishwamitri River) ઉપર આ ઝુલતો પુલ (suspension bridge in vadodara ) બનાવવામાં આવ્યો છે.

વડોદરાની વિશ્વામિત્રી નદી પર ઝુલતો પુલ

વિશ્વામિત્રી નદી પર ઝુલતો પુલ વડોદરા શહેરના કૃષ્ણનગરના લોકોએ વિશ્વામિત્રી નદી પર ઝુલતો પુલ બનાવ્યો છે. વિશ્વામિત્રીના નાળા પર આ પુલ ઉભો કરવામાં આવ્યો છે. આસપાસ વસ્તુઓ લાવીને અને ભંગારની વસ્તુઓ ભેગી કરીને આ પુલને બનાવવામાં આવ્યો છે. નાગરવાડા વિસ્તારમાં બનાવેલો આ પુલ (suspension bridge in vadodara ) જ્યારે પણ વિશ્વામિત્રીમાં પાણી આવે ત્યારે પાણીમાં ગરકાવ થઇ જાય છે. અને કૃષ્ણનગરમાં આવેલા 30 જેટલા ઘર સંપર્ક વિહોણા થઇ જાય છે. આ અંગે સ્થાનિકોએ અનેક વખત તંત્રને વાત કરી છે. પરંતુ તંત્રના આંખા આડા કાન હોવાને કારણે લોકોને જાતે જ પુલ બનાવવાની ફરજ પડી હતી.

ચૂંટણી સમયે મતની ભીખ આ મામલે સામાજિક કાર્યક્રર અતુલ ગામેચીએ ચિંતા વ્યક્ત કરી હતી. સત્તાધીશોને અહીં રહેતા લોકોની સુવિધા પૂરી પાડવા માટે આહવાન કર્યુ હતુ. આ વિસ્તારના નગરસેવકે પહેલા વિચારવુ જોઇએ. જ્યારે નેતાઓ ચૂંટણી સમયે મતની ભીખ માંગવા આવે છે. ત્યારે પણ નેતાઓને આ સમસ્યા દેખાતી નથી. સત્તાધીશોએ અહીંના લોકો માટે નાનો કે મોટો બ્રીજ બનાવી આપવો જોઇએ અથવા તો કંઇ વ્યવસ્થા કરી આપવી જોઇએ. કૃષ્ણનગરના રહીશોની આ સમસ્યા માટે મેયરને રજૂઆત કરીશું. અને જો કોઇ નિવારણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું. રહીશોને ન્યાય અપાવવા માટે છેલ્લે સુધી લડીશુ.

પુલ તૂટવાનો ભય જ્યારે સ્થાનિકોનું કહેવુ છે કે અમે પૈસા ઉઘરાવીને આ પુલ બનાવીએ છીએ ચોમાસામાં ભારે તકલીફ પડે છે પુલ તૂટવાનો ભય પણ લાગે છે. પરંતુ અમારુ કોઇ સાંભળતુ નથી. અનેક રજૂઆતો કરી પરંતુ કોઇ સહકાર આપતું નથી. અત્રે ઉલ્લેખનીય છે ચૂંટણી આવી રહી છે. જ્યારે બીજી બાજુ મોરબીમાં ઝુલતો પુલ તૂટવાથી અનેક લોકો મોતને ભેટ્યા છે. ત્યારે વડોદરા તંત્ર પણ હજુ કેટલી રાહ જોશે ? શેની રાહ જોવે છે? મત માંગવા તો જશે પરંતુ શું આ ઝુલતા પુલથી પસાર થતા લોકોને આ જ રીતે જોખમી રીતે અહીંથી પસાર થવુ પડશે કે પછી કંઇ નિવારણ આવશે તે મોટો સવાલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.