ETV Bharat / state

કરજણ પેટા ચૂંટણીઃ વલણ ગામે કોંગ્રેસની જાહેર સભામાં યોજાઈ

આગામી 3 નવેમ્બરે યોજાવનારી કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષ દ્વારા મતદારોનો ડોર ટુ ડોર સંપર્ક કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે અંતર્ગત શનિવારે રાત્રીના કરજણ તાલુકાના વલણ ગામમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઇ હતી. જેમાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી હતી.

karjan
karjan
author img

By

Published : Nov 1, 2020, 6:51 PM IST

  • કરજણ તાલુકાના વલણ ગામમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ
  • આયોજીત સભામાં સોશ્યલ ડિસ્ટન્ટનો અભાવ
  • મહિલાઓ નાના બાળકો સાથે સભામાં જોડાઈ

આગામી પેટા ચૂંટણીને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ-કોંગ્રસ દ્વારા જનતાને રિઝવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે શનિવારની રાત્રે કરજણ તાલુકાના વલણ ગામમાં કોંગ્રસની જાહેર સભા યોજાઇ હતી. જેમાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી હતી. જેમા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો હતો. સાથે જ કોંગ્રસના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

ડૉ. જીતુ પટેલે ભાજપ પર કર્યા પ્રહાર

આ જાહેર સભામાં ઉપસ્થિત કોંગ્રેસના વિવિધ વકતાઓએ જનમેદનીને સંબોધન કર્યું હતું. જેમાં કોંગ્રેસના ડૉ. જીતુ પટેલે જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે કેટલાક વેચાયેલા માલને લઈને કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી થોપાઈ છે. આ ચૂંટણી નથી. પરંતુ આ યુદ્ધ દેશની આઝાદીના જતન માટેનો યજ્ઞ છે. કોંગ્રેસને મત આપી જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી.

ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે સરદાર ડેમનો પાયો 1961માં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ નાખ્યો હતો અને ચીમનભાઈ પટેલે પૂર્ણ કર્યો હતો. તે ડેમ હોડકા અને વિમાનો ઉડાડવા માટે ન હતો. પણ ખેડૂતોની તૃષા છીપાવવા માટે હતો. એના બદલે તમાશો કર્યાનો ભાજપ પર આક્ષેપ કર્યો હતો.

અશોક પંજાબીએ જનમેદનીને કર્યું સંબોધન

ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ અશોક પંજાબી એ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે આ દેશની ધરતી પર કિસાનો માટે કોંગ્રેસે આંદોલન કર્યું હતું. છેલ્લા 15 - 20 વર્ષોથી હું જોઈ રહ્યો છું કે વલણ ગામનું વલણ એક જ છે.જે સતત કોંગ્રેસને મત આપતું રહ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ઇન્દિરા ગાંધીએ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. કેવડીયામાં નવા બાબા આવ્યા છે. એક તરફ બેરોજગારી વધી રહી છે. બીજી તરફ બાબાની દાઢી વધી રહી છે કરોડોના ખર્ચાઓ થઇ રહ્યા હોવાના આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ દેશને આગળ લાવ્યું હતું જ્યારે ભાજપ દેશને તોડી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. ભાજપની વિચારધારા ખરાબ હોવાના પણ આક્ષેપો કર્યા હતા. મત આપી કોંગ્રેસને જીતાડવા અપીલ કરી હતી.

સોશ્યલ ડિસ્ટન્ટના ધજાગરા

આ સભામાં ખુર્શીદ સૈયદ, કિરીટસિંહ જાડેજા, નારણભાઇ રાઠવા, અશોક પંજાબી, સિધ્ધાર્થ પટેલ, પ્રિમલસિંહ રણા, સંદીપ સિંહ માંગ રોલા, સુલેમાન પટેલ, મુબારક પટેલ તેમજ કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગામની મહિલાઓ નાના બાળકો પણ સભામા હાજર રહ્યા હતા. આ આયોજીત સભામાં સોશ્યલ ડિસ્ટન્ટનો અભાવ પણ જોવા મળ્યો હતો. તો સાથે જ સભામાં અનેક કાર્યકરોના માસ્ક મોઢા પરથી નીચે ઉતરી ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.