ETV Bharat / state

વડોદરાની SSG હોસ્પિટલમાં મધર મિલ્ક બેન્ક દ્વારા નવજાત શિશુઓ માટે ચાલે છે સેવાયજ્ઞ - વડોદરાની SSG હોસ્પિટલમાં મધર મિલ્ક બેન્ક ખૂલી

વડોદરાની SSG હોસ્પિટલમાં મધર મિલ્ક બેન્ક ખોલવામાં આવી છે. જેમાં માતાના દૂધની થાપણ જમા થાય છે. નવજાત શિશુઓ માટે ચાલતા આ અનોખા સેવાયજ્ઞમાં અત્યાર સુધી 592 જેટલી માતાઓએ 64,600 ML દૂધનું દાન કર્યું છે. બાળ મૃત્યુદર ઘટાડવા અને કૂપોષણ નિવારવામાં આ મધર મિલ્ક બેન્ક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

વડોદરા, SSG હોસ્પિટલ
વડોદરાની SSG હોસ્પિટલમાં મધર મિલ્ક બેન્ક દ્વારા નવજાત શિશુઓ માટે ચાલતો સેવાયજ્ઞ
author img

By

Published : Feb 6, 2020, 2:34 AM IST

વડોદરા: પ્રિમેચ્યોર ડીલીવરી વખતે ઘણી માતાઓને ધાવણ ન આવવાની સમસ્યા હોય છે. માતા બિમાર હોય અથવા બાળક તરછોડાયેલું હોય એવા સમયે SSG એટલે કે સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલ ખાતે આવેલી મધર મિલ્ક બેન્ક વરદાનરૂપ સાબિત થઇ રહી છે. ધાત્રી માતાઓ આ મિલ્ક બેન્કમાં દૂધનું દાન કરે છે. જેને ધાવણથી વંચિત નવજાત શિશુઓ માટે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

વડોદરા, SSG હોસ્પિટલ
દૂધ

આ બેન્કના સંચાલિકા અને બાળરોગ વિભાગના પ્રાધ્યાપક ડૉ.શીલા અય્યરે જણાવ્યું હતું કે, આ બેન્કને શરૂ થયાના ટૂંકા સમયમાં જ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દૂધ દાન કરતી માતાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. દૂધને પાશ્ચરાઈઝ્ડ કરીને બેક્ટેરિયા મુક્ત કરવામાં આવે છે અને નિશ્ચિત તાપમાને 6 મહિના સુધી સુરક્ષિત રીતે સાચવી રાખવામાં આવે છે. અત્યાર સુધીમાં 592 જેટલી માતાઓએ 64,600 ML દૂધનું દાન કર્યું છે અને 727 જેટલા બાળકોના આરોગ્યના સંવર્ધનમાં યોગદાન આપ્યું છે.

નવજાત શિશુ માટે માતાનુ દૂધ ખૂબ ગુણકારી હોય છે. દૂધમાં કાર્બોહાઈટ્રેડ પ્રોટીન જેવા અનેક લાભદાયી તત્વો રહેલા હોય છે. આ ઉપરાંત નવજાત શિશુને માતાનું દૂધ પચવામાં સરળ અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરનારૂં હોય છે.

Intro:વડોદરા SSG હોસ્પિટલમાં મધર મિલ્ક બેન્ક દ્વારા નવજાત શિશુઓ માટે ચાલતો સેવાયજ્ઞ: સયાજી હોસ્પિટલમાં માતાની બેંક ખુલી છે જેમાં મૂડીરૂપે માતાના દૂધની થાપણ જમા થાય છે..
Body:વડોદરા એસએસજી હોસ્પિટલમાં મધર મિલ્ક બેન્કના માધ્યમથી નવજાત શિશુઓના આરોગ્યનું સંવર્ધન થઈ રહ્યું છે.માત્ર સાડા ત્રણ માસના ટૂંકાગાળામાં મધર મિલ્ક બેન્કને સફળતા મળી રહી છે.જોકે આ મિલ્ક બેન્ક દ્વારા માતાઓમાં દૂધ દાન કરવાનો કચવાટ દૂર થઈ રહ્યો છે..અત્યાર સુધી
૫૯૨ જેટલી માતાઓએ ૬૪,૬૦૦ ML દૂધનું દાન કર્યું છે. ૭૨૭ જેટલા નવજાત શિશુઓને ૫૦૫૬૨ ML દૂધ આપવામાં આવ્યું છે..જોકે બાળ મૃત્યુ દર ઘટાડવા અને કૂપોષણ નિવારવામાં મધર મિલ્ક બેન્કની ભૂમિકા વધી છે..Conclusion:તરછોડાયેલા બાળક હોય, અમુક માતાઓને બાળકના જન્મ સમયે દૂધ ન આવવાની સમસ્યા રહેતી હોય, પ્રિમેચ્યોર ડીલીવરી વખતે ઘણી માતાઓને ધાવણ ન આવવું, તેમજ સંજોગોવસાત માતાના પહેલા નવજાત શિશુને હોસ્પિટલ લાવવામાં આવ્યુ હોય, માતા બિમાર હોય ત્યારે આવા દરેક કપરા સમયે બાળકના માતા-પિતા અને પરિવારજનો માટે વરદાનરૂપ અને નવજાત શિશુ માટે પ્રાણરક્ષક સાબિત થિઈ રહી છે સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલ ખાતે આવેલ મધર મિલ્ક બેન્ક. નવજાત શિશુને માતાના દૂધની તાતી જરૂરીયાતના સમયે આ મધર મિલ્ક બેન્ક દ્વારા દાતા માતાનું દૂધ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે, ત્યારે એવુ લાગે છે કે, સયાજી હોસ્પિટલમાં માતાની બેંક ખુલી છે જેમાં મૂડીરૂપે માતાના દૂધની થાપણ જમા થાય છે અને તેનું વ્યાજ ધાવણથી વંચિત નવજાત શિશુઓને માતાના દૂધના રૂપમાં મળે છે.
મધર મિલ્ક બેન્ક પ્રારંભ થયાના માત્ર સાડા ત્રણ માસના ટૂંકાગાળામાં ધારી સફળતા મળી છે. તા. ૧૪ ઓક્ટોબર,૨૦૧૯થી તા.૨૮, જાન્યુઆરી,૨૦૨૦ સુધીમાં ૫૯૨ જેટલી માતાઓએ ઉત્સાહ સાથે ૬૪,૬૦૦ એમએલ દૂધ ડોનેટ કર્યું છે અને ૭૨૭ જેટલા બાળકોના આરોગ્યના સંવર્ધનમાં યોગદાન આપ્યું છે. આ ૭૨૭ બાળકોને ૫૦૫૬૨ દૂધ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે, દેશના બેંગલુરૂ જેવા વિકસિત શહેરમાં માતાના ૧૦૦ એમએલની દૂધની બોટલ રૂા. ૪૦૦થી વધુની કિંમતે વેચાઈ રહ્યું છે.
એસએસજી હોસ્પિટલમાં મધર મિલ્ક બેન્કના સંચાલિકા અને બાળરોગ વિભાગના પ્રાધ્યાપક ડો. શીલા અય્યર જણાવ્યું હતું કે મિલ્ક બેંક શરૂ થયાના ટૂંકા સમયમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. દૂધ ડોનેટ કરતા સમયે માતાઓમાં રહેલો કચવાટ જેમ જેમ દૂર થતો જાય છે તેમ તેમ દૂધ દાન કરતી માતાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
નવજાત શિશુ માટે માતાનું દૂધ ખૂબ ગુણકારી હોય છે. દૂધમાં કાર્બોહાઈટ્રેડ, પ્રોટીન જેવા અનેક લાભદાયી તત્વો રહેલા હોય છે. તેમજ નવજાત શિશુને માતાનું દૂધ પચવામાં સરળ અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરનારૂ હોય છે. મધર મિલ્ક બેન્કના માધ્યમથી બાળમૃત્યુ દર ઘટાડવામાં અને ભોરિંગ સમી કુપોષણની સમસ્યાને નિવારવામાં ઘણી મહત્વની ભૂમિકા ભજવી શકશે.
દૂધને પાશ્ચૂરાઈઝડ કરીને દૂધને બેક્ટેરિયા મુક્ત કરવામાં આવે છે અને દૂધને નિશ્ચિંત તાપમાને ૬ મહિના સુધી સુરક્ષિત રીતે સાચવી રાખવામાં આવે છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.