વડોદરા: આઇસર ટેમ્પો વડોદરાથી સાવલી તરફ આવી રહ્યા હતો. આ આઈશર ટેમ્પામાં વેસ્ટ ટાયર ભરેલા હતા. આ ટાયર ભરેલો ટેમ્પો કરચિયા ગામ પાસે પહોંચ્યો ત્યારે અચાનક તેમાં ભયંકર આગ ભભૂકી (fire broke out at Icer Tempo near baroda) ઊઠી હતી અને આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આ પણ વાંચો: જામનગરના એરપોર્ટ પર મોસ્કો-ગોવા ફ્લાઈટમાં બોંબ ન મળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ
આગનું વિકરાળ સ્વરૂપ: ટેમ્પામાં લાગેલી આગનું વિકરાળ સ્વરૂપ જોતા સ્થાનિકો દ્વારા વડોદરા વિભાગના ફાયર સ્ટેશનને (Fire Station of Vadodara Division) જાણ કરાઈ હતી. જેના પરિણામે બે ફાયર ફાઈટર વડોદરાથી તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ઘટના સ્થળે હાજર ફાયર વિભાગના કર્મચારીઓએ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા હતા. જેના પરિણામે થોડા સમય બાદ આ આગને કાબુમાં લઈ શકાય હતી. પરંતુ ઘટના સ્થળે ભારે અફડાતફડી નો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો: સુરતમાં છેલ્લા 36 કલાકમાં હત્યાનો ચોથો બનાવ, પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા
ઘટનામાં કોઈ જાનહાની નહી: ટાયર ભરેલા આઇસર ટેમ્પામાં વિકરાળ આગ (fire broke out at Icer Tempa near Savli-Samalaya) લાગતા ટેમ્પો ડ્રાઇવર સમય સૂચકતા વાપરી ટેમ્પામાંથી બહાર નીકળી ગયો હતો. જેના પરિણામે આ ટેમ્પો ચાલક આગમાંથી બચી જવા પામ્યો હતો. ઘટના સ્થળે હાજર ફાયરફાઈટરોએ આગ બુઝાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આજરોજ આ આઈશર ટેમ્પામાં લાગેલી વિકરાળ આગ જોતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.