ETV Bharat / state

વડોદરામાં કિશનવાડી વિસ્તામાં ભભૂકી ભીષણ આગ - Kishanwadi area

વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં વહેલી સવારે પાણી ગરમ કરવા સળગાવાયેલા ચૂલાથી ભીષણ આગ ભભૂકી ઉઠતાં ઘરવખરીનો માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

વડોદરામાં કિશનવાડી વિસ્તામાં ભભૂકી ભીષણ આગ

author img

By

Published : Apr 5, 2020, 7:18 PM IST

વડોદરાઃ શહેરના કિશનવાડી વિસ્તારમાં હિંમતભાઈએ વહેલી સવારે પાણી ગરમ કરવા માટે ચૂલો સળગાવ્યો હતો. આ દરમિયાન ઘરમાં જૂનો માલ સામાન મોટી માત્રામાં પડ્યો હતો. તેમાં અચાનક આગ પ્રસરી ગઈ હતી. જયારે, સમય સુચકતા વાપરી પરિવારનાં સભ્યો ઘરની બહાર દોડી આવ્યાં હતાં.

બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર લશ્કરો ફાયર ફાઈટર વાહનો સાથે તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સતત 5 કલાક સુધી પાણી અને ફર્મનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, લાગેલી આગને પગલે ઘરવખરીનો તમામ માલસામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો.

સદનસીબે જાનહાની ટળતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો. જો કે, ફાયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે મકાનમાલિકને આગ વિશે પૂછ પચ્છ કરતાં મકાનમાલિક માનસિક રીતે અસ્ત વ્યસ્ત હોવાનું જાણવા મળ્યું હતું.અને જેને કારણે આ આગની ઘટનાં બની હોવાનું પ્રાથમિક તારણ જણાઈ આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.