ETV Bharat / state

ડભોઈમાં ખૂંખાર દીપડો પાંજરે પુરાયો, હજી 5થી વધુ દીપડા હોવાની આશંકા - દીપડો

ગત કેટલાક દિવસથી ડભોઈ પંથકમાં નદી કિનારાના વિસ્તારોમાં પશુઓનું મારણ કરીને લોકોમાં ભય ફેલાવનારો દીપડો ડભોઇ તાલુકાના ચાંદોદ નવા માંડવા ખાતેથી પાંજરે પૂરાયો હતો. જેને લઈ ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો. આ સાથે જ હજૂ પણ પંથકમાં 5થી વધુ નાના-મોટા દીપડા હોવાનું જાણવા મળ્યું છે.

dipdo
dipdo
author img

By

Published : Oct 27, 2020, 3:19 PM IST

  • ગૌશાળામાં દીપડાએ 2 વાછરડાનું મારણ કર્યું
  • દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ
  • હજી ડભોઈ પંથકમાં પાંચથી વધુ નાના-મોટા દીપડા હોવાની આશંકા

વડોદરાઃ ચાંદોદના માંડવા ખાતે આવેલા પરમહિત આધ્યાત્મિક સંકુલની ગૌશાળામાં 2 દિવસ પૂર્વે દીપડાએ રાત્રિના સમયે 2 વાછરડાનું મારણ કર્યું હતું. આ ઘટનાને પગલે વન વિભાગ દ્વારા ચાંદોદની નેચર હેલ્થ ફાઉન્ડેશન ટીમની મદદથી પરમહિત આધ્યાત્મિક સંકુલમાં તાત્કાલિક પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. જેથી રાત્રીના સમયે લટાર મારવા નીકળેલો 4 વર્ષીય દીપડો બકરાના મારણ સાથે મુકેલા પાંજરામાં પૂરાઈ ગયો હતો. દીપડો પાંજરે પૂરાતા જ આસપાસના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ

ઉલ્લેખનીય છે કે, હજૂ પણ આ વિસ્તારમાં 5થી વધુ નાના-મોટા દીપડાઓ દેખાઈ રહ્યા છે. વન વિભાગના અધિકારી તેમજ નેચર હેલ્થ ફાઉન્ડેશનની ટીમ દ્વારા દીપડાને સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરી આરંભાઇ છે. દીપડો પાંજરે પુરાયો હોવાની વાત પ્રસરતા જ ચાંદોદ નવા માંડવાના પરમહિત આધ્યાત્મિક સંકુલ ખાતે ગ્રામજનો એકત્ર થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.