ETV Bharat / state

વડોદરા અર્બન હેલ્થ સેન્ટર પર માત્ર 80 ડોઝ આવ્યા, રસી ન મળતા લોકોને પાછુ જવુ પડ્યુ - રસી ન મળતા લોકોને પાછુ જવુ પડ્યુ

મહામારી કોરોના વિરોધી રસી શહેરના તમામ કોમ્યુનિટી અર્બન હેલ્થ સેન્ટરમાં ઉપલબ્ધ નથી ત્યારે છાણી કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં કોરોના વિરોધી રસીના માત્ર 80 આવ્યા છે. જ્યારે અન્ય કોઈ હેલ્થ સેન્ટરોમાં હજી સુધી કોરોના વિરોધી રસી ઉપલબ્ધ થઈ નથી ત્યારે છાણી અર્બન હેલ્થ સેન્ટરમાં આવેલા માત્ર 80 ડોઝ રસી આવી હતી ત્યારે માત્ર લાઈનમાં ઉભેલા 50 વ્યક્તિઓને ટોકન આપવામાં આવ્યા હતા આમ વેક્સિનેશન આપવી એક મજાક જેવું બની ગયું છે.

વડોદરા અર્બન હેલ્થ સેન્ટર પર માત્ર 80 ડોઝ આવ્યા, રસી ન મળતા લોકોને પાછુ જવુ પડ્યુ

author img

By

Published : Jan 1, 2023, 11:11 AM IST

વડોદરા અર્બન હેલ્થ સેન્ટર પર માત્ર 80 ડોઝ આવ્યા, રસી ન મળતા લોકોને પાછુ જવુ પડ્યુ

વડોદરા: એક તરફ સરકાર તત્કાળ ધોરણે કોરોના વિરોધી રસી લેવાનો આગ્રહ કરી રહી છે જ્યારે બીજી બાજુ શહેરના અર્બન હેલ્થ સેન્ટરોમાં રસી ઉપલબ્ધ નથી અને છાણી ખાતે અર્બન હેલ્થ સેન્ટરમાં લોકોના ધસારાના પ્રમાણમાં વેક્સિનેશનના અપૂરતા ડોઝ આવતા જાણે કે તંત્ર દ્વારા કોરોના રસીને માત્ર મજાક બનાવી દેવાઇ છે. મહામારી કોરોનાના સબ વેરીએન્ટ જ્યારે વિશ્વના કેટલાક દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભારતમાં આ સબ વેરીએન્ટથી બચવા સરકાર દ્વારા કોરોના વિરોધી રસી તત્કાળ લઈ લેવાનું કહેવાયું છે.

માત્ર 80 ડોઝ આવ્યા: શહેર જિલ્લાના અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે કોરોના વિરોધી રસી અને બુસ્ટર ડોઝ ઉપલબ્ધ નથી. આમ સરકાર દ્વારા કોરોના રસી બાબતે જાણે કે જરૂરિયાતમંદોની હાંસી ઉડાવી રહ્યા હોય તેવુ લાગે છે. કોરોના બુસ્ટર ડોઝ કોવીશીલ્ડના છાણી અર્બન હેલ્થ સેન્ટરમાં માત્ર 80 ડોઝ આવ્યા હતા. જ્યારે બીજી બાજુ અગાઉ આવેલા તમામ ડોઝની એક્સપાયરી ડેટ આવી જવાથી સરકારમાં પરત કોરોના કોવીશીલ્ડના ડોઝ નિયમ અનુસાર જમા કરાવી દેવાયા છે. જ્યારે બીજી બાજુ છાણી ખાતે અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિનેશન કોવીશિલ્ડના ડોઝ આવ્યાની જાણ લોકોને થઈ હતી જ્યારે બીજીબાજુ સરકારે વહેલી તકે કોરોના વિરોધી રસી લેવાનો આગ્રહ કર્યો છે. ત્યારે જાગૃત લોકોનો છાણી અર્બન હેલ્થ સેન્ટર ખાતે વહેલી સવારથી ધસારો શરૂ થયો હતો પરંતુ તંત્ર દ્વારા મંગાવાયેલા કોવીશીલ્ડના ડોઝ પૈકી માત્ર 80 ડોઝ આવ્યા હતા ત્યારે કોવીશિલ્ડની રસીનો ડોઝ લેવા લાઈન લગાવીને ઉભેલા લોકો પૈકી માત્ર 50 જણાને જ ટોકન આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: કોરોનાને લઈને ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ; આરોગ્ય વિભાગની બેઠક સમીક્ષા યોજાઇ

લોકો જાગૃત થયા: જ્યારે આ અંગે પૂછતાછ કરતા અર્બન સેન્ટરના સંબંધિત અધિકારી દ્વારા કોવીશીલ્ડ રસીનો જથ્થો હજી પૂરતા પ્રમાણમાં આવ્યો નથી જેથી ફરી વખત રસીનો ડોઝ આવેથી વધુ વ્યક્તિઓને ટોકન આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. નિરાશ થયેલા લોકોને વીલા મોઢે પર જવાનો વારો આવ્યો હતો. આમ એક તરફ જ્યારે લોકો જાગૃત થયા છે ત્યારે રસીનો બુસ્ટર ડોઝ લોકોને મળતો નથી અને સરકાર કોરોના વિરોધી રસી લેવાનો આગ્રહ રાખે છે આમ કોરોનાની રસી આપવા મુદ્દે જાણે કે લોકો સાથે મજાક થઈ રહી હોય એવું લાગે છે. જ્યારે આ અંગે સ્થાનિક કાઉન્સિલરને કોઈ શીલ્ડ રસીના ઓછા ડોઝ આવ્યા બાબતે જાણ થતા હરીશ પટેલ તત્કાળ અર્બન હેલ્થ સેન્ટર ખાતે પહોંચી ગયા હતા. પરંતુ તપાસ કરતા તેમને પણ આ હકીક્તનો અહેસાસ થયો હતો જેથી તેમણે પાલિકા તંત્ર દ્વારા કોવીશીલ્ડ રસી આપવાની જાહેરાત કરી દેવાયા છતાં પૂરતા પ્રમાણમાં ડોઝ તમામ હેલ્થ સેન્ટરો ખાતે પહોંચાડવા જોઈએ એમ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.