અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન કરજણના ધારાસભ્ય અક્ષયકુમાર પટેલ દ્વારા વડોદરા શહેરના ઔધોગિક એકમોના બાકી વેરા અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં નાણા પ્રધાન નિતીનભાઈ પટેલે જવાબ રજૂ કર્યો હતો કે, વડોદરામાં 8,730 ઉધોગકારો પાસેથી સેલ્સ ટેક્સ, વેટ, અને જી.એસ.ટી. જેવા વેરાઓની કુલ બાકી લેણા રૂ.6,897 કરોડ અને રૂ.67 લાખ લેવાના બાકી નીકળે છે. આ લેણા વિવિધ સતાધિકારીઓ દ્વારા આપવામાં આવેલા બાકી હુકમ સિવાયના છે. આ ઉધોગકારો પાસેથી સરકાર વિવિધ કાયદા અન્વયે પગલાં લઈ રહી છે, તો બાકી વેરા વસુલાતની કવાયત પણ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત જેવા ઔધોગિક રાજ્યના મોટાભાગની આવક ઉદ્યોગો પરના કર દ્વારા જ પ્રાપ્ત થાય છે, જો કર ભરવામાં આવી ઢીલાશ રાખવામાં આવે કે, પછી કરચોરીની વૃત્તિઓ વધે તો રાજ્યની આવકમાં ઘટાડો થતા વિકાસના કામો પર બ્રેક લાગી શકે છે, તો આ જ આવક થી જે સરકાર માળખાકીય સુવિધાઓ લોકો માટે ઉભી કરે છે, તેમાં પણ બ્રેક વાગશે.