વડોદરાઃ હાલમાં પીવાના પાણીની પરિસ્થિતિને પહોંચી વળવા રાજય સરકાર દ્વારા અનેક પગલાઓ લેવાઈ રહ્યા છે, પરંતુ રાજ્યમાં અનેક જીલ્લાઓમાં પીવાના પાણીની સમસ્યાને લઈને લોકો ત્રસ્ત છે..ત્યારે વડોદરા જિલ્લામાં પીવાના પાણીની પરિસ્થતિને પહોંચી વળવા પાણી-પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ-વડોદરા દ્વારા સમગ્ર જિલ્લાના ૬૬૦ ગામો અને ૪ નગરપાલિકા અને ૧ મહાનગરપાલિકા સહિતના શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં મહી, નર્મદા, નર્મદા મુખ્ય નહેરની વડોદરા તથા દેણા શાખા નહેર એ પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત સમાન છે. જિલ્લામાં ૭ જૂથ પાણી પુરવઠા યોજનાઓ મારફતે ૨૯૦ ગામો અને ૩ નગરપાલિકાઓને આવરી લઇ ૩૬૦ ગામો સ્થાનિક સ્ત્રોત આધારિત યોજનાઓ મારફતે પાણી મેળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યું છે તેમજ ૮૩ એમ.એલ.ડી.ના ચાર જળ શુધ્ધિકરણ પ્લાન્ટ છે.
સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં ૪૯૪ ગામો બોર હેન્ડપંપ આધારિત પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આ ઉપરાંત પાણીની ઘટ પડતા નવી ટ્યુબવેલ તથા આનુષાંગિક કામો અથવા તો જરૂર પડ્યે ટેન્કરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.તેેમજ જિલ્લા સમિતિમાં ટેન્કર દ્વારા પાણી વિતરણ મંજૂર કરવામાં આવ્યું છે. આ સાથે જિલ્લામાં હેન્ડપંપ રીપેરીંગ માટે ૪ અને નવા બોર માટે ૪ એમ કુલ ૮ ટીમ કાર્યરત છે. ટીમ દ્રરા ગત વર્ષે ૩,૧૯૦ અને ચાલુ વર્ષે ૨૬૭ હેન્ડપંપ રીપેર કરવામાં આવ્યા છે. આમ છતાં કોઇપણ વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્ને રજૂઆત કે ફરિયાદ હોય તો તે ટોલ ફ્રી નં. ૧૯૧૬ પર રજૂઆત કરી શકે છે. ગત્ત ડિસેમ્બર ૨૦૧૮ થી આજદિન સુધી પાણી પુરવઠા બોર્ડને ૩૨ ફરિયાદ મળી હતી તેમાંથી ૨૭ ફરિયાદોનો સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૮-૧૯માં ૫ હેન્ડપંપ કરવામાં આવ્યા હતા જયારે વર્ષ ૨૦૧૯-૨૦માં નવા ૩૦ હેન્ડપંપ માટે રૂ.૨૧ લાખની જોગવાઇ કરવામાં આવી છે.જ્યારે વર્ષ ૨૦૧૮-૧૯માં ૪૧ બોર કરવામાં આવ્યા. વર્ષ ૨૦૧૯-૨૦માં નવા ૩૪ બોર માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત ચાલુ વર્ષે જે-તે ગામોમાં પીવાના પાણીની રજૂઆત મળતા સર્વેક્ષણ કરી બોર કરવાની કામગીરી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવનાર છે. જેથી છેવાડાના લોકો સુધી પાણીની સમસ્યાને ઉકેલી શકાય..
-