- કુલ 20.32 મુદ્દામાલ માં ત્રણ કાર અને મોબાઈલ
- રૂપિયા 7.30 લાખનો વિદેશી દારૂ કબ્જે કરાયો
- વોચ ગોઠવી પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ
વડોદરા : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનો વેપલો કરતા બૂટલેગરો ધંધો ચલાવે છે. વડોદરા હરણી પોલીસ દ્વારા ન્યુ વીઆઇપી રોડ નીલ-નંદન કોમ્પલેક્ષની પાછળ ત્રણ લક્ઝરિયસ કારમાંથી 7.23 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. જેમાં 972 નંગ વિદેશી દારૂ અને 3 કાર મોબાઈલ સહિત 20.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આરોપીને કરવામાં આવ્યા કોર્ટમાં હાજર
પોલીસના બાતમીના આધારે વોચ ગોઠવી દારૂનો જથ્થો પકડી પાડયો હતો. હરણી પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે, ન્યુ વીઆઇપી રોડ પર આવેલ નીલ-નંદન એપાર્મેન્ટ પાછળ દારૂનો મોટો જથ્થો હેરાફેરી થવાનો છે. જેથી પોલીસ દ્વારા વોચ ગોઠવી 972 નંગ વિદેશી દારૂના જથ્થાને 3 કારમાં લોઅડેડ સાથે પકડી પાડ્યો હતો. જેમાંથી એક આરોપીને કોર્ટેમાં જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતને કૈલાશ પાનવેલ (રહે, સરદારપુર મધ્ય પ્રદેશ) અભિલાષી સિંહ ઉર્ફ રિકું પ્રેમસિંગ ઠાકુર (રહે, રાજગઢ મધ્ય પ્રદેશ) અમિત શાંતિલાલ માલી (રહે નાગરવાડા વડોદરા) 3 બુટલેગરો સાથે ત્રણ કારની વિદેશી દારૂ સાથે ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા જુદી-જુદી કલમો હેઠળ કાર્યવાહી કરી આગળની રિમાન્ડ શરૂ કરી છે.