વડોદરા: 8મી જાન્યુઆરીના રોજ વડોદરા ખાતે 10મી હેરિટેજ મેરેથોન (Heritage Marathon organized in Vadodara) આવનાર યોજવા જઈ રહી છે. ત્યારે આ મેરેથોનને સૌથી મોટી હેરિટેજ મેરેથોન (Vadodara heritage Celebrating through Marathon) બની રહે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. વડોદરા મેરેથોનને લઈ વડોદરા શહેરના મેરેથોન રૂટ પર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને યોજાનાર આ હેરિટેજ મેરેથોનમાં ઐતિહાસિક ઇમારતો અને હેરિટેજને શણગારવામાં આવશે. આ મેરેથોનને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રમત ગમતપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવશે.
સાંસ્કૃતિક વારસાની ઉજવણી: 10મી વડોદરા મેરેથોન દોડવીરો માટે એક અનોખી બનશે. કારણ કે તે વડોદરા અને સંસ્કૃતિક વારસાની ઉજવણી કરવામાં આવશે. આ મેરેથોનમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રમત ગમતપ્રધાન હર્ષ સંઘવી દ્વારા સવારે 5.30 કલાકે 42.2 કિલોમીટરની ફૂલ મેરેથોન અને 21.1 કિલોમીટરની હાફ મેરેથોન સાથે 10 કિલોમીટરની ક્વાર્ટર મેરેથોનને ફ્લેગ ઓફ કરાવવામાં આવશે.
હેરિટેજ મેરેથોનનો રૂટ: ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની વડોદરા તેના સ્થાપત્ય અને પુરાતત્વીય વારસા માટે જાણીતી છે. ત્યારે વડોદરા મેરેથોનનો રૂટ વડોદરા શહેરની હેરિટેજ બિલ્ડીંગ પ્રતાપ નગર હજીરા, માંડવી ગેટ, ન્યાય મંદિર અને સુરસાગર નજીકથી પસાર થાય છે. વડોદરા શહેરની વિરાસત જાણતા આ માર્ગો પર દોડવું એ દોડવીરો માટે એક અનોખી અનુભવ બની રહેશે. કારણકે વડોદરાની વિવિધ વિરાસતોમાં તમામ દોડવીરો પસાર થઇ પોતાની સંસ્કૃતિ અને વિરાસ્તને નિહાળી પોતાની મેરેથોનને આગવી ઓળખ આપશે.
આ પણ વાંચો: વિશ્વનું સૌથી મોટું વિજેન્ટ કાર એક્ઝિબીશન લક્ષ્મી વિલાસ પેલેસમાં યોજાશે
1 લાખથી વધુ દોડવીરો દોડશે: વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન દેશની ટોપ ટેન સૌથી મોટી મેરેથોન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન આવી રહ્યા છે. સાથે જ આ વર્ષે એક લાખથી વધુ દોડવીરો આ ઇન્ટરનેશનલ મેરેથોનમાં ભાગ લેશે અને આ માઇલ સ્ટોન આવૃત્તિ એ સૌથી મોટી હેરિટેજ મેરેથોન પૈકીની એક બની રહેશે તેવું મેરેથોન આયોજકો કહી રહ્યા છે. હાલમાં ખૂબ જ મોટી સંખ્યામાં મેરેથોનમાં ભાગ લેવા માટે દોડવીરો રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે.
વિવિધ કેટેગરીમાં યોજાશે મેરેથોન: વડોદરા મેરેથોનમ 42.2 કિલોમીટરની ફૂલ મરેરેથોન યોજાશે. જે શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતેથી ફ્લેગ ઓફ કરશે. જેનો રૂટ નવલખી મેદાન , જયુપીટર ક્રોસ રોડ, સુસેન સર્કલ, બરોડા ડેરી સર્કલ, ચોખંડી ચાર રસ્તા, માંડવી ગેટ, સંગમ ચાર રસ્તા, મુક્તાનંદ સર્કલ, અકોટા દાંડિયા બજાર સર્કલ, ગાય સર્કલ, ઇસ્કોન સર્કલ, પ્રિયા થિયેટર થઈ શિવાય ફાર્મથી રિટર્ન થઈ પરત નવલખી ખાતે સમાપન થશે. સાથે 21.1 કિલોમીટરની હાફ મેરેથોનની શરૂઆત નવલખીથી શરૂ થશે. સાથે 10 કિલોમીટરની ક્વાર્ટર મેરેથોન પણ નવલખી મેદાનનથી શરૂ થઈ ત્યાં જ પૂર્ણ કરવામાં આવશે. તમામ રૂટ પર એમ્બ્યુલન્સ , મેડિકલ, હાઇડ્રો સ્ટેશન, ટોઇલેટ્સ, શાવર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે જેથી કોઈ પણ દોડવીરને કોઈ પણ મુશ્કેલી હોય તો તાત્કાલિક નિવારણ લાવી શકાય.
આ પણ વાંચો: નડીયાદ સિવાય નહીં જોવા મળે આ ઝાડ, ભોજપત્રી એકમાત્ર માત્ર હેરિટજ ટ્રી
હેરિટેજ રૂટ પરથી દોડવીરો થશે પસાર: આ અંગે ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે આ મેરેથોન 8મી જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આની શરૂઆત 2009માં રાજ્યના મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ફ્લેગ ઓફ કરશે. આ મેરેથોનમાં ગાયકવાડ નગરી હોઈ વડોદરા હેરિટેજ તરીકે જાણીતી બનશે અને ઐતિહાસિક ઇમારતો અને હેરિટેજ ઇમારતો પાસેથી આ દોડવીરો પસાર થશે. સાથે વડોદરા શહેર પોલીસ અને વડોદરા મહાનગરપાલિકા નો ખુબ મોટો સહકાર મળી આ મેરેથોનને સફળ બનાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિવિધ નામાંકિત વ્યક્તિઓ પણ ફેન રન કેટેગરીમાં જોડાશે.